Bharat Jodo Yatra: માત્ર કોંગ્રેસ જ બંધારણની રક્ષા કરી શકે છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 69માં દિવસે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વાશિમ જિલ્લામાં પહોંચી. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ.
Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 69માં દિવસે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વાશિમ જિલ્લામાં પહોંચી. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ. અહીં તેમણે દાવો કર્યો કે, 'ભારતીય જનતા પાર્ટી બંધારણ પર રોજેરોજ હુમલા કરે છે કારણકે તે એ નથી સ્વીકારવા માંગતી કે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને અધિકાર મળવા જોઈએ. માત્ર કોંગ્રેસ જ બંધારણની રક્ષા કરી શકે છે. આદિવાસીઓને શિક્ષણ આપી શકે છે અને તેમની જમીન અને અધિકારોનુ રક્ષણ કરી શકે છે.'

કેરળ લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ અંગ્રેજો માટે કામ કરવાને લઈને હિંદુત્વ વિચારક વીડી સાવરકર પર પણ નિશાન સાધ્યુ. વાશિમ જિલ્લામાં રાહુલ ગાંધીએ બે જનસભાઓને સંબોધી અને 2016ની નોટબંધી, જીએસટીથી લઈને કૃષિ દેવા જેવા મુદ્દાઓ પર ભાજપ પર પ્રહારો કર્યા. તમને જણાવી દઈએ કે બિરસા મુંડાની જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જયંતિ પર રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધિત કરી. રેલીમાં આદિવાસી સમાજના લોકો સામેલ થયા.
રાહુલ ગાંધીએ બિરસા મુંડા અને સાવરકર વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ કરીને કહ્યુ કે, 'બિરસા મુંડા પોતાના આદર્શો માટે દ્રઢ હતા. તેઓ એક ઈંચ પણ પાછા નહોતા હટ્યા. તેઓ શહીદ થઈ ગયા. એ તમારા(આદિવાસી) પ્રતીક છે અને તમને રસ્તો બતાવે છે. ભાજપ-આરએસએસના પ્રતીક સાવરકર છે. તે બે-ત્રણ વર્ષ સુધી અંદમાનની જેલમાં રહ્યા. પછી તેમણે દયા અરજીઓ લખવાની શરુ કરી દીધી.'
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સાવરકરે ખુદ પર એક અલગ નામથી એક પુસ્તક લખ્યુ અને જણાવ્યુ કે તેઓ કેટલા બહાદૂર હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે તે અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા, તેમના માટે કામ કરતા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હતા. આદિવાસીઓ 'દેશના મૂળ માલિક' છે અને તેમના અધિકારો પ્રથમ આવે છે.' ગાંધીએ આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ દ્વારા બિરસા મુંડાના આદર્શો પર ચારે બાજુથી હુમલો કરવામાં આવી રહ્યો છે. ગાંધીએ દાવો કર્યો, 'ભાજપ રોજેરોજ બંધારણ પર હુમલો કરે છે કારણ કે તે સ્વીકારવા માંગતી નથી કે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને અધિકારો મળવા જોઈએ.'
રાહુલ ગાંધીએ સંબોધનમાં ઉમેર્યુ કે, 'કોંગ્રેસ આદિવાસીઓ માટે 'આદિવાસી' શબ્દનો ઉપયોગ કરે છે, જ્યારે ભાજપ-આરએસએસ તેમને 'વનવાસી' તરીકે સંબોધે છે. તેઓ (ભાજપ-આરએસએસ) કહે છે કે તમે આદિવાસી નથી અને તમે અહીં બધાની પહેલા નહોતા રહેતા. તેઓએ નામ (વનવાસી) બદલી નાખ્યુ છે પરંતુ આ કોઈ નાની ઘટના નથી, ગંભીર છે. તેઓ એના પર હુમલો કરી રહ્યા છે જેના માટે બિરસા મુંડાએ સંઘર્ષ કર્યો હતો.'
રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ દ્રઢપણે માને છે કે આદિવાસીઓ દેશના મૂળ માલિક છે. તેમણે કહ્યુ, 'દેશ (ભૂમિ) તમારી પાસેથી લેવામાં આવી હતી. તેથી જ્યારે એ તમારી પાસેથી લેવામાં આવી હતી, તો તમને બદલામાં કંઈક પાછુ મળવુ જોઈએ. એટલા માટે તમારે પોતાના અધિકારો, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને દેશની સંપત્તિમાં ભાગ મળવો જોઈએ. આદિવાસીઓ, લઘુમતીઓ, દલિતો, પછાત વર્ગો કેવી રીતે સુરક્ષિત છે? એ બંધારણ દ્વારા છે.'
સાંસદે કહ્યુ કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે બંધારણ તૈયાર કર્યુ હતુ અને કોંગ્રેસે પણ આ કવાયતમાં યોગદાન આપ્યુ હતુ. ગાંધીએ દાવો કર્યો હતો કે તે સમયે ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે કોઈ બંધારણની જરૂર નથી. ભાજપ પર નિશાન સાધતા ગાંધીએ આરોપ લગાવ્યો કે તે જાહેર ક્ષેત્રની કંપનીઓને બંધ કરી રહી છે અને શિક્ષણ અને આરોગ્ય સેવાનુ ખાનગીકરણ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'જો બધી સરકારી શાળાઓ બંધ થઈ જશે તો શું થશે? (વંચિત) લોકો અશિક્ષિત રહેશે અને તેનો ફાયદો ભાજપને જ થશે. તેઓ તમામ રસ્તાઓ બંધ કરી રહ્યા છે. રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાના દરવાજા બંધ થઈ રહ્યા છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
