For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તે મારો ફોન ટેપ કરે છે, મારા પર અશ્લીલ કમેન્ટ કરે છે, ફાંસી લગાવી

જાહેર ક્ષેત્રની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (બીએચઇએલ) ની મહિલા એકાઉન્ટન્ટે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

જાહેર ક્ષેત્રની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (બીએચઇએલ) ની મહિલા એકાઉન્ટન્ટે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોતાની સ્યુસાઇડ નોટમાં 33 વર્ષીય મહિલા કર્મચારીએ એક ઉચ્ચ અધિકારી અને 6 અન્ય સહયોગીઓ પર ઉત્પીડન કરવા અને ફોન ટેપીંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતક મહિલા કર્મચારીના પતિએ આરોપ લગાવ્યો છે કે અધિકારી અને અન્ય સહકાર્યકરોએ તેની પત્નીને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું.

BHEL મહિલા કર્મચારીએ ફાંસી લગાવી

BHEL મહિલા કર્મચારીએ ફાંસી લગાવી

આ કેસમાં પતિની ફરિયાદના આધારે પોલીસે ડીજીએમ અને અન્ય 6 કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ભોપાલની રહેવાસી નેહા, મિયાપુરના ભાનુ ટાઉનશીપમાં રહેતી હતી. ગુરુવારે સવારે સાડા દસ વાગ્યે જયારે પતિ અને તેના સસુર ઘરે આવ્યા ત્યારે તેમને નેહાને પંખા પર લટકેલી હાલતમાં જોઈ હતી.

એક સિનિયર અને બીજા 6 સહકર્મીઓ પર ફોન ટેપ કરવાનો આરોપ

એક સિનિયર અને બીજા 6 સહકર્મીઓ પર ફોન ટેપ કરવાનો આરોપ

સુસાઇડ નોટમાં નેહાએ ભેલના ડીજીએમ રેન્ક અધિકારી અને તેના સહયોગીઓ પર ફોન ટેપિંગ કરવાનો, ત્રાસ આપવા અને આત્મહત્યા કરવા માટે ઉક્સાવવા માટે આરોપ મૂક્યો છે. નેહાએ સુસાઇડ નોટમાં કહ્યું છે કે તેનો ફોન હેક થઈ રહ્યો હતો, તેના બધા કોલ ટેપ થઈ રહ્યા હતા, તેઓ જાસૂસી કરી રહ્યા હતા. સુસાઇડ નોટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અધિકારીએ તેના પર અશ્લીલ ટિપ્પણી કરી હતી.

પોલીસે કેસ નોંધ્યો

પોલીસે કેસ નોંધ્યો

નેહા વિશે જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ તેણે પોતાના પતિ સાથે રહેવા માટે ભોપાલથી હૈદરાબાદ ટ્રાન્સફર કરી લીધું હતું. આરોપ છે કે આર્થર કિશોર કુમાર, ડીજીએમ ફાઇનાન્સ, હૈદરાબાદ બીએચઇએલ, મહિલા કર્મચારીને પરેશાન કરે છે અને નેહાનો ફોન પણ હેક કરવામાં આવ્યો હતો. ડીજીએમ રેક અધિકારી ઉપરાંત નેહાએ અન્ય છ સાથીદારોનું નામ પણ જાહેર કર્યુ છે, જેમના પર અશ્લીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે પીડિતાએ મિયાપુર પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસે ફોન હેક થયાની ફરિયાદની તપાસ કરી હતી પરંતુ આ પ્રકારનું કંઈ મળ્યું નથી.

આ પણ વાંચો: M.com ની વિધાર્થિનીનો રેપ કરીને અશ્લીલ વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કર્યું

English summary
BHEL woman employee ends her life over workplace harassment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X