For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ-માયાવતીના મહાગઠબંધન અંગે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખરે આપ્યુ મોટુ નિવેદન

ચંદ્રશેખર આઝાદે કહ્યુ છે કે ભાજપને હરાવવા માટે ભીમ આર્મી સપા-બસપા ગઠબંધનનું સમર્થન કરશે.

|
Google Oneindia Gujarati News

ચંદ્રશેખર આઝાદે કહ્યુ છે કે ભાજપને હરાવવા માટે ભીમ આર્મી સપા-બસપા ગઠબંધનનું સમર્થન કરશે. ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે સહારનપુરમાં એક કાર્યક્રમમાં આ વાત કહી. ચંદ્રશેખરે કહ્યુ કે તે ઈચ્છે છે કે ભાજપને હરાવવા માટે એક સામાજિક ગઠબંધન બને. સપા-બસપા ગઠબંધનથી તેમનુ આ સપનુ પૂરુ થયુ.

‘ભીમ આર્મી સપા-બસપા ગઠબંધનનું સમર્થન કરશે'

‘ભીમ આર્મી સપા-બસપા ગઠબંધનનું સમર્થન કરશે'

ચંદ્રશેખરે કહ્યુ સપા અને બસપાનું ગઠબંધન યુપીમાં ભારતીય જનતા પાર્ટીને રોકવાનું કામ કરશે. વળી, તેમણે કહ્યુ કે જો ભારતીય જનતા પાર્ટી કોઈ દલિત નેતાને ટિકિટ આપે તો તેને મત ના આપતા. આ પહેલી વાર નથી જ્યારે ચંદ્રશેખરે બસપાને સમર્થન આપવાનું એલાન કર્યુ હોય, આ પહેલા પણ આવી ઘોષણા તે કરી ચૂક્યા છે. પરંતુ ત્યારે માયાવતીએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

યુપીમાં સપા-બસપાનું થયુ છે ગઠબંધન

યુપીમાં સપા-બસપાનું થયુ છે ગઠબંધન

ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવની પાર્ટી સાથે સાથે ચૂંટણી લડશે. આ ગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખવામાં આવી છે. શનિવારે આ ગઠબંધનના એલાન દરમિયાન માયાવતીએ કોંગ્રેસ પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જેવા જ પક્ષો છે. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ દરમિયાન ઈમરજન્સી હતી તો ભાજપના શાસનકાળમાં અઘોષિત ઈમરજન્સી છે.

કોંગ્રેસને ગઠબંધનમાં નથી મળી જગ્યા

કોંગ્રેસને ગઠબંધનમાં નથી મળી જગ્યા

મહાગઠબંધનમાં જગ્યા ન મળ્યા બાદ કોંગ્રેસે પણ યુપીની બધી 80 સીટો પર ઉમેદવાર ઉભા રાખવાનું એલાન કરી દીધુ છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની સીધી લડાઈ છે. તેમનો પક્ષ બધી 80 સીટો પર પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણઆ પણ વાંચોઃ બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણ

English summary
bhim army to support sp-bsp alliance in upcoming lok sabha elections, says chandrashekhar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X