For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક સીઈઓ માર્ક ઝૂકરબર્ગને ધમકી આપવાના આરોપસર ભોપાલ કોર્ટનું સમન

ઝૂકરબર્ગ સામે ભોપાલની એક કંપનીએ એક ફરિયાદ નોંધાવી છે જેના પર સુનાવણી દરમિયાન તેમને સમન પાઠવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

થોડા દિવસો પહેલા જે રીતે ફેસબુકના કરોડો યુઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો તે પછી ઝૂકરબર્ગને સતત ટીપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે આ ડેટા લીક મામલે યુએસની સેનેટમાં જવાબ આપવો પડ્યો હતો. પરંતુ હવે ભોપાલની જિલ્લા કોર્ટે ઝૂકરબર્ગને સમન પાઠવ્યા છે. વાસ્તવમાં, ઝૂકરબર્ગ સામે ભોપાલની એક કંપનીએ એક ફરિયાદ નોંધાવી છે જેના પર સુનાવણી દરમિયાન તેમને સમન પાઠવવામાં આવ્યા છે.

mark zukerberg

જિલ્લા કોર્ટે હાજર થવા માટે પાઠવ્યા સમન

એડિશનલ સેશન જજ પાર્થ શંકર મિશ્રાએ ભોપાલ સ્થિત સ્ટાર્ટ અપ કંપનીની યાચિકા પર સુનાવણી કરતા માર્ક ઝૂકરબર્ગને હાજર થવા માટે સમન પાઠવ્યા છે. કંપનીએ ફેસબુક પર શોષણ કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. કંપનીના સ્થાપક સ્વનિલ રાય કે જે ઓનલાઈન પોર્ટલ thetradebook.org ચલાવે છે તેમણે આરોપ લગાવ્યો છે કે કંપની ખોટી ગતિવિધિઓમાં રત છે અને તેમનું શોષણ કરી રહી છે. રાયનું કહેવુ છે કે ફેસબુકે તેમની કંપનીની પેઈડ જાહેરાતને ત્રણ દિવસ ચલાવ્યા બાદ રોકી દીધી છે. ત્યારબાદ ફેસબુકે રાયની સામે લીગલ નોટિસ મોકલી અને તેમના પોર્ટલના નામ પર વાંધો દર્શાવ્યો છે.

રોકી દીધી પેઈડ જાહેરાત

રાયનું કહેવું છે કે તેમની પેઈડ જાહેરાત 6 ઓગસ્ટથી 14 ઓગસ્ટ, 2016 વચ્ચે ચલાવવામાં આવી હતી, ત્યારબાદ બીજી પેઈડ જાહેરાત 14 એપ્રિલથી 21 એપ્રિલ, 2018 વચ્ચે ચલાવવાની હતી. બીજી જાહેરાતને ફેસબુકે 16 એપ્રિલે રોકી દીધી, જેના માટે તેમણે કંપનીને 215 રુપિયા આપ્યા હતા. ફેસબુકનું કહેવું છે કે પોર્ટલનું નામ કોપીરાઈટનો વિષય છે. માટે આ નામ પર બુક થયેલ શબ્દને હટાવવો પડશે. રાયે આ જાહેરાત પોતાની કંપનીના નામને પ્રમોટ કરવા માટે આપી હતી.

પોર્ટલના નામને કારણે વાંધો

આ મામલે ફેસબુકે નોએડાની એક લીગલ ફર્મ દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ મૂક્યો અને કહ્યું કે બુક શબ્દનો ઉપયોગ લાંબા સમયથી કંપની સતત પોતાના ટાઈટલમાં કરી રહી છે કે જે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. એવામાં આ કંપની આ નામથી ભળતા નામ દ્વારા કંપનીને નુકશાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ફેસબુક સતત ખરાબ કારણોથી ચર્ચાનો વિષય બની રહ્યું છે અને કંપની દુનિયાભરમાં લોકોની ટીપ્પણીઓનો સામનો કરી રહ્યું છે.

English summary
bhopal court summons facebook ceo mark zuckerberg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X