For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોપાલ ગૅસ દુર્ઘટના : 35 વર્ષ પછી પણ જેના જખમો તાજા છે

ભોપાલ ગૅસ દુર્ઘટના : 35 વર્ષ પછી પણ જેના જખમો તાજા છે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ભોપાલ ગૅસ દુર્ઘટના

ભોપાલ ગૅસ દુર્ઘટનાને 35 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.

કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.

ફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.

શાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દરમિયાન ઝેરીલા ગૅસના સંપર્કમાં આવ્યા હતા.

ગૅસ દુર્ઘટનાના પીડિત

મહિલા

અહીં લોકોને પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને અભિયાનકારોનું કહેવું છે કે માટી અને જમીનના પાણીમાં કેમિકલ સતત લિક થયું છે.

પીડિતોનું કહેવું છે કે બાળકો પણ ખોડખાંપણવાળાં પેદાં થાય છે.

ગૅસ દુર્ઘટનાના પીડિત

ભોપાલની સંભાવના ટ્રસ્ટ ક્લિનિકમાં એક પીડિતની સ્ટીમ થૅરપીથી સારવાર થઈ રહી છે. આ ક્લિનિકમાં પારંપરિક આયુર્વેદિક દવાથી પીડિતોનો ઇલાજ થાય છે.

ચિનગારી ટ્રસ્ટ ફિઝિકલ-થૅરપી ક્લિનિકમાં જે બાળકોની સારવાર થઈ એમના પંજાનાં નિશાન

ઓરિયા પ્રાથમિક શાળામાં રમતાં બાળકો

પીડિતોને અપાયેલી સહાયને 1989માં સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી હતી

https://www.youtube.com/watch?v=a6yrW8er6Dc

(બધી તસવીરો ફોટોગ્રાફર જુડા પાસોની છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Bhopal gas tragedy: Even after 35 years, his wounds are still fresh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X