ભુવનેશ્વર હોસ્પિટલમાં આગ, 23 ના મોત, 30 થી વધુ ગંભીર: ન્યાયિક તપાસના આદેશ

Subscribe to Oneindia News

રાજ્ય સરકારે ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડીકલ સાઇંસીસ એંડ એસયુએમ હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગના મામલામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાના નિર્દેશ જારી કર્યા છે. આ સાથે જ હેલ્પલાઇન નંબર 9439991226 પણ જારી કર્યો છે. આ એક ખાનગી હોસ્પિટલ અને મેડીકલ કોલેજ છે જેમાં સોમવારે સાંજે આગ લાગવાથી 23 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 30 થી વધુ લોકો ગંભીર છે.

bhubaneswar 1

ન્યાયિક તપાસના આદેશ

રાજ્યની સ્વાસ્થ્ય સચિવ આરતી આહૂજાએ જણાવ્યું કે સમિતિને મેડીકલ એજ્યુકેશન અને ટ્રેનિંગ ડાયરેક્ટર લીડ કરશે. આ સાથે જ સમિતિમાં ખુર્દાના જિલ્લા કલેક્ટર અને એક અન્ય સીનિયર ઑફિસર પણ હાજર રહેશે. આ સમિતિ તપાસમાં માહિતી મેળવશે કે હોસ્પિટલમાં જરુરી સંશાધનો પર્યાપ્ત હતા કે નહિ.

bhubaneswar 2

જ્યા જિંદગી બચાવવા ગયા ત્યાં મળ્યુ મોત

એક હજાર બૅડવાળી આ હોસ્પિટલના ફાયર સેફ્ટી મિકેનિઝમ અંગે પણ એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે કારણકે આગ લાગ્યા બાદ પણ અહીં કોઇ ત્વરિત કાર્યવાહી થઇ શકી નહોતી. આ આગ આઇસીયુ વૉર્ડમાંથી ડાયાલીસીસ વૉર્ડ અને ત્યારબાદ બીજા માળે બાળકોના વૉર્ડમાં જઇ પહોંચી. દર્દીઓ ગભરાઇને બારીમાંથી કૂદવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે ફાયરમેનો તેમને કપડામાં લપેટીને બચાવકાર્ય કરી રહ્યા હતા.

bhubaneswar 3

મુખ્યપ્રધાને લીધી મુલાકાત

સ્વાસ્થ્ય મંત્રી અતાનુ સવ્યસાચી નાયકે જણાવ્યું કે આ મામલામાં દોષિતોને છોડવામાં નહિ આવે. અમારી પ્રાથમિકતા અત્યારે ઘાયલોને સારવાર આપવાની છે. આ અકસ્માતની તપાસ થશે. ઉડીશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે અકસ્માતમાં ઘાયલ થયેલાઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. તેમણે જણાવ્યું હતુ કે ન્યાયિક તપાસનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.

bhubaneswar 5

ભાજપે કર્યુ વિરોધ પ્રદર્શન

આ તરફ ભાજપે પટનાયકનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓનું કહેવુ છે કે મુખ્યપ્રધાન નવીન પટનાયક માત્ર મીડિયા બાઇટ આપીને ચાલ્યા ગયા હતા. તેમણે ઇજાગ્રસ્તોને મળવાની પણ તસ્દી લીધી નહોતી. તેમજ મૃતકો માટે કોઇ વળતરની પણ જાહેરત કરી નહોતી. ભાજપની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ વિરોધમાં જોડાઇ ગયા હતા.

bhubaneswar 4

પ્રધાનમંત્રીએ ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી

આ ઘટના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ઘટના અંગે ઘેરુ દુખ વ્યક્ત કર્યુ હતુ. પ્રધાનમંત્રીએ તમામ ઘાયલોને એઇમ્સમાં સારવાર માટે લઇ જવાના નિર્દેશ આપ્યા હતા તેમજ કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદની રાજ્ય સરકારને ખાતરી આપી હતી.

English summary
Bhubaneswar hospital fire: Government forms 3 member probe panel.
Please Wait while comments are loading...