ભાજપ અને સંઘે કરાવ્યો 'આપ'ના કાર્યાલય પર હુમલો: પ્રશાંત ભૂષણ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: કૌશાંબી ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર થયેલા હુમલા અંગે પ્રશાંત ભૂષણનું કહેવું છે કે આ હુમલો ભાજપા અને સંઘ પરિવારે કરાવ્યો છે, જે તેમની હતાશા અને નિરાશાને ઉજાગર કરે છે. ઘટના સમયે ત્યાં ઉપસ્થિત આપના નેતા દિલીપ પાંડેના અનુસાર આજે સવારે 11 વાગ્યે હિન્દુ રક્ષા દળના 35થી 40 કાર્યકરોએ આપની ઓફિસ પર હુમલો કરીને કુંડાઓ અને બારીના કાચને તોડી નાખ્યા.

આ ઘટના પર આપ નેતા કુમાર વિશ્વાસનું કહેવું છે કે આ હુમલા માટે શ્રીરામ સેના અને ભાજપ જવાબદાર છે. ત્યાં હાજર લોકોના અનુસાર હુમલાખોરોએ ધમકી આપી છે કે તેઓ આપ નેતાઓ પર હુમલો કરતા રહેશે. દિલીપ પાંડેય અનુસાર તેમણે મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

prasant bhushan
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો આપ નેતા પ્રશાંત ભૂષણના તે નિવેદનના વિરોધમાં કરવામાં આવ્યો જેમાં તેમણે કાશ્મીરથી સેના હટાવવા માટે જનમત સંગ્રહ કરવાની વાત કરી હતી. 'આપ'નું કૌશાંબી કાર્યાલય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરથી કોઇ ખાસ દૂર નથી.

હિન્દુ રક્ષા દળના લોકોએ જણાવ્યું કે ભલે કેજરીવાલનું માનવું હોય કે ભૂષણના નિવેદનનું તેઓ સમર્થન નથી કરતા પરંતુ અમે અમારા ધર્મ અને દેશની વિરુદ્ધ કોઇ પણ પ્રકારની વાંધાજનક ભાષાને સહી લઇશું નહીં.

English summary
The Aam Aadmi Party leader Prashant Bhushan blamed BJP, Sangh parivar for attack on AAP's Kausambi office on Wednesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.