For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વચ્ચે અંતરિક્ષથી ધરતી પર આવી રહી છે આ આફત, 24 કલાક બાકી

સમાચાર આવી રહ્યા છે કે ધરતી પાસે એક મોટી આફત પસાર થવાની છે. જેમાં માત્ર 24 કલાક જ બચ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ(કોવિડ-19) સંકટનો સામનો કરી રહી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ધરતી પાસે એક મોટી આફત પસાર થવાની છે. જેમાં માત્ર 24 કલાક જ બચ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 1998 OR2 નામનો ઉલ્કાપિંડ બુધવારે ધરતી પાસેથી પસાર થશે. જો આની દિશામાં થોડુ પણ પરિવર્તન આવે તો જોખમ બહુ વધી શકે છે. આ નઝારા પર દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર છે.

આકારમાં કોઈ પર્વત સમાન છે ઉલ્કાપિંડ

આકારમાં કોઈ પર્વત સમાન છે ઉલ્કાપિંડ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આ અંગે ખુલાસો લગભગ દોઢ મહિના પહેલા કર્યો હતો. એજન્સીએ કહ્યુ હતુ કે ધરતી તરફ એક મોટુ ઉલ્કાપિંડ ઝડપથી આવી રહ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ઉલ્કાપિંડ આકારમાં કોઈ પર્વત જેવુ છે.

31,319 કિલોમીટર પ્રતિ કલાક છે ગતિ

31,319 કિલોમીટર પ્રતિ કલાક છે ગતિ

ઉલ્કાપિંડની ગતિની વાત કરીએ તો આ 31,319 કિલોમીટર પ્રતિ કલાક છે. આનો અર્થ 8.72 કિલોમીટર પ્રતિ સેકન્ડ. માનવામાં આવી રહ્યુ છે કે જો આટલી ઝડપી ગતિથી આ ધરતીના કોઈ ભાગ સાથે ટકરાયુ તો મોટી સુનામી પણ લાવી શકે છે. આ વિશેના અમુક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નાસાનુ શું કહેવુ છે?

નાસાનુ શું કહેવુ છે?

આ ઘટનાથી દુનિયાભરના લોકો ચિંતામાં પડી ગયા છે. આ દરમિયાન નાસાનુ કહેવુ છે કે આ ઉલ્કાપિંડથી ગભરાવાની કોઈ જરૂર નથી. આવુ એટલા માટે કારણકે આ ધરતીથી લગભગ 62.90 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. આમ તો અંતરિક્ષ વિજ્ઞાનમાં આ અંતરને બહુ વધુ નથી માનવામાં આવતુ પરંતુ બહુ ઓછુ પણ નથી માનવામાં આવતુ.

પહેલી વાર ક્યારે દેખાયો હતો આ ઉલ્કાપિંડ?

પહેલી વાર ક્યારે દેખાયો હતો આ ઉલ્કાપિંડ?

આ ઉલ્કાપિંડને 52768(1998 OR 2) નામ આપવામાં આવ્યુ છે. આ સૌથી પહેલા નાસાએ વર્ષ 1998માં જોયુ હતુ. આનો વ્યાસ લગભગ 4 કિલોમીટરનો છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નાસાના સેન્ટર ફૉર નિયર-અર્થ સ્ટડીઝના જણાવ્યા અનુસાર બુધવારે 29 એપ્રિલે સવારે 5.56 વાગે ઈર્સ્ટન ટાઈમમાં ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે.

અંતરિક્ષ વિજ્ઞાની શું કહે છે?

અંતરિક્ષ વિજ્ઞાની શું કહે છે?

આ વિશે એક અંતરિક્ષ વિજ્ઞાનીનુ કહેવુ છે કે ઉલ્કાપિંડ 52768 સૂરજનુ એક ચક્કર લગાવવામાં 1340 દિવસ એટલે કે 3.7 વર્ષ લાગે છે. ત્યારબાદ ઉલ્કાપિંડ 52768(1998 OR 2)નુ ધરતી તરફ આગામી ચક્કર 18 મે, 2031ની આસપાસ થઈ શકે છે. એ વખતે આ 1.90 કરોડ કિલોમીટરના અંતરેથી નીકળી શકે છે.

આ વિશે ખગોળવિદો શું કહે છે?

આ વિશે ખગોળવિદો શું કહે છે?

ખગોળવિદોના જણાવ્યા મુજબ ઉલ્કાપિંડની દર સો વર્ષમાં ધરતી સાથે ટકરાવાની 50 હજાર સંભાવનાઓ હોય છે. પરંતુ આ કોઈને કોઈ રીતે ધરતી પાસેથી પસાર થાય છે. આ અંગે ખગોળવિદોનુ એ પણ કહેવુ છે કે નાના ઉલ્કાપિંડ અમુક મીટરના હોય છે. આ સામાન્ય રીતે વાયુમંડળમાં આવતા જ બળી જાય છે. આનાથી કોઈ મોટા નુકશાનનુ જોખમ નથી.

આ પણ વાંચોઃ ટ્રમ્પનો ઈશારો, કોરોના મહામારી પર ચીન પાસેથી વસૂલશે ભારે દંડઆ પણ વાંચોઃ ટ્રમ્પનો ઈશારો, કોરોના મહામારી પર ચીન પાસેથી વસૂલશે ભારે દંડ

English summary
big asteroid 1998 or2 will fly by earth on wednesday amid coronavirus crisis nasa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X