પંજાબમાં VIP કલ્ચર ખતમ કરવાની દિશામાં મોટો નિર્ણય, ભગવંત માને મંત્રીઓ-ધારાભ્યોને લઈને આદેશ જારી કર્યો

પંજાબમાં ભગવંત માન સરકારે વીઆઈપી કલ્ચરને ખતમ કરવા માટે મોટો આદેશ કર્યો છે.

ચંદીગઢ : પંજાબમાં ભગવંત માન સરકારે વીઆઈપી કલ્ચરને ખતમ કરવા માટે મોટો આદેશ કર્યો છે. મળતી વિગતો અનુસાર, મુખ્યમંત્રી ભગવંત માને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલ છોડીને સર્કિટ હાઉસ અને સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવા જણાવ્યુ છે.

Punjab

આમ આદમી પાર્ટી પહેલાથીજ વીઆઈપી કલ્ચર વિરૂદ્ધ હોવાનો દાવો કરી રહી છે ત્યારે સીએમ ભગવંત માને કહ્યું કે, સર્કીટ હાઉસ અને સરકારી ગેસ્ટ હાઉસ હોવા છતાં મંત્રીઓ હોટલોમાં રહે છે અને તેનાથી સરકાર પર બોજ પડે છે.

હવે મુખ્યમંત્રી ભગવંત માને આદેશ જારી કર્યો છે કે, ક્ષેત્રની મુલાકાતે જતા કોઈપણ મંત્રીએ હોટલને બદલે સર્કિટ હાઉસ અથવા સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાવાનું રહેશે. આ માટે સરકાર ગેસ્ટ હાઉસ અને સર્કિટ હાઉસનો રેકોર્ડ બનાવી રહી છે. સરકારે તમામ સર્કિટ અને ગેસ્ટ હઉસને રિપેર કરવાના આદેશો પણ આપ્યા છે.

પંજાબથી બીજી એક મોટી વાત સામે આવી રહી છે. પંજાબ સરકાર સામાન્ય લોકો માટે સરકારી ગેસ્ટ હાઉસ ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે. જો સરકાર નિર્યણ લઈ લેશે તો સામાન્ય લોકો પણ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી શકશે.

અહીં તમને જણાવી દઇયે કે, મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માન સતત મોટા નિર્ણય લઈ રહ્યા છે. હાલમાં જ પંજાબ સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X