For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના પછી હવે નીતીશ કુમારે ભાજપનું ટેંશન વધાર્યું

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ કરાવ્યા પછી હવે મોદી સરકાર સામે પડકાર છે કે તેઓ તેને રાજ્યસભામાં પણ પાસ કરાવે.

|
Google Oneindia Gujarati News

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ કરાવ્યા પછી હવે મોદી સરકાર સામે પડકાર છે કે તેઓ તેને રાજ્યસભામાં પણ પાસ કરાવે. પરંતુ રાજ્યસભામાં તે સરળ નથી લાગી રહ્યું. બિહારમાં જદયુ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહેલી ભાજપ સામે નીતીશ કુમાર રાજ્યસભામાં મુશ્કેલી વધારશે. જદયુ ઘ્વારા સાફ કહેવામાં આવ્યું છે કે તેઓ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરશે. ભાજપની આલોચના કરતા જદયુ ઘ્વારા કહેવામાં આવ્યું કે આ બિલની કોઈ જરૂર ના હતી. તેને સંસદમાં ઉતાવળમાં પાસ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નીતીશ કુમારે ઉદ્યોગપતિઓને ગોબર અને ગૌમુત્રના ફાયદા ગણાવ્યા

બિલને સંસદમાં ઉતાવળમાં લાવવામાં આવ્યું

બિલને સંસદમાં ઉતાવળમાં લાવવામાં આવ્યું

જદયુ નેતા અને બિહાર પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહ ઘ્વારા કહેવામાં આવ્યું કે જે રીતે આ બિલને સંસદમાં ઉતાવળમાં લાવવામાં આવ્યું છે તેનાથી બચવાની જરૂર હતી. આ બિલને સંસદમાં લાવતા પહેલા તેના પર વધારે ચર્ચા કરવાની જરૂર હતી. જો આ બિલ રાજ્યસભામાં લાવવામાં આવ્યું તો તેઓ આ બિલનો વિરોધ કરશે અને સરકાર વિરુદ્ધ વોટ આપશે. જે રીતે જદયુ ઘ્વારા સરકારના ટ્રિપલ તલાક બિલનો ખુલ્લો વિરોધ કર્યો છે તેના કારણે ભાજપની મુસીબત વધી ચુકી છે.

ટ્રિપલ તલાક બિલ

ટ્રિપલ તલાક બિલ

જદયુ ઘ્વારા જે રીતે ટ્રિપલ તલાક બિલ પર સખત અભિપ્રાય આપવામાં આવ્યો છે તેના કારણે બિહારમાં ભાજપ-જદયુ ગઠબંધન શર્મસાર થયું છે. જદયુ નેતા ઘ્વારા આપવામાં આવેલા આ નિવેદન પછી ભાજપ નેતાઓ કઈ પણ કહેવા તૈયાર નથી.

બિહારમાં 17 ટકા મુસ્લિમ વસ્તી

બિહારમાં 17 ટકા મુસ્લિમ વસ્તી

રાજનૈતિક વિશ્લેષકો અનુસાર જદયુ ટ્રિપલ તલાક બિલ પર ભાજપનો સહકાર ક્યારેય પણ નહીં આપી શકે, જેનું સૌથું મોટું કારણ છે કે બિહારમાં 17 ટકા મુસ્લિમ વસ્તી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા જદયુ ઘ્વારા સાફ સાફ કહેવામાં આવ્યું હતું કે તેઓ રામ મંદિર મુદ્દે પણ ભાજપનો સાથ નહીં આપી શકે.

English summary
Big embarrassment for BJP JDU says it will not support triple talaq bill in Rajyasabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X