આંખનું ઓપેરેશન કરાવવા આવેલી મહિનાને પાણીને બદલે એસિડ આપ્યું, મૌત

Posted By:
Subscribe to Oneindia News

બિહારમાં હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. અહીં હોસ્પિટલમાં ઉપચાર કરાવવા આવેલી વૃદ્ધ મહિલાને હોસ્પિટલ કર્મચારીએ પીવા માટે પાણીને બદલે એસિડ આપી દીધું જેના કારણે મહિલાની મૌત થઇ ગયી. મળતી જાણકારી અનુસાર એક ખાનગી હોસ્પિટલમાં 60 વર્ષની શામલી દેવી આખોનું ઓપેરેશન કરાવવા માટે એડમિટ હતા. જયારે તેમને ગોળી ગળવા માટે પાણી માગ્યું ત્યારે હોસ્પિટલ કર્મચારીએ તેમને એસિડની બોટલ આપી દીધી. તેમને એસિડને પાણી સમજી પી લીધું પાણી પીવાના થોડા જ સમયમાં તેમની તબિયત બગડવા લાગી.

મુઝફ્ફરનગર ની ઘટના

મુઝફ્ફરનગર ની ઘટના

આ ઘટના રાજ્યના મુઝફ્ફર નગરની છે. અહીં બ્રહ્મનગર વિસ્તારના SHO ઘ્વારા જાણકારી આપવામાં આવી કે મહિલાની આખોનું ઓપેરેશન થઇ ચૂક્યું હતું અને તેમને જમ્યા પછી દવા પણ આપવામાં આવી SHO અનુસાર મહિલાએ જયારે દવા માટે પાણી માગ્યું ત્યારે તેને પાણીની બોટલ સમજીને એસિડની બોટલ આપવામાં આવી.

મોઢું અને ગળું બળી જવાથી તેમનું કોઈ નિવેદન નહીં

મોઢું અને ગળું બળી જવાથી તેમનું કોઈ નિવેદન નહીં

શામલી દેવી ઘ્વારા જયારે પાણી સમજીને એસિડ પીવામાં આવ્યું ત્યારે તેમને ઉલ્ટી થવા લાગી અને તેઓ ચીસો પાડવા લાગ્યા. આ જોઈને કર્મચારીએ ડોક્ટરને બોલાવ્યા અને તેમને નજીક નર્સિંગ હોમમાં લઇ જવામાં આવ્યા. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાનું મોઢું અને ગળું બળી જવાથી તેમનું કોઈ નિવેદન લઇ શકાયું નહીં.

કર્મચારી વિરુદ્ધ FIR નોંધાઈ

કર્મચારી વિરુદ્ધ FIR નોંધાઈ

પોલીસે ભૂલ કરનાર ડોક્ટર અને કર્મચારી વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. આખી ઘટનાની જાંચ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ સર્જન લલિતા સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એક મોટી ઘટના છે અને જાંચ કર્યા પછી સખત પગલાં લેવામાં આવશે.

English summary
Bihar: Acid given to women instead of water in hospital

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.