For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટનામાં ફૂટપાથ પર સુઈ રહેલા બાળકોને કારે કચડ્યા, 3 મૌત

બિહારની રાજધાની પટનામાં મંગળવારે રાત્રે એક દર્દનાક દુર્ઘટનામાં ત્રણ બાળકોની મૌત થઇ ગઈ. ફૂટપાથ પર સુઈ રહેલા ચાર લોકોને ખુબ જ ઝડપે આવતી કારે કચડી નાખ્યા.

|
Google Oneindia Gujarati News

બિહારની રાજધાની પટનામાં મંગળવારે રાત્રે એક દર્દનાક દુર્ઘટનામાં ત્રણ બાળકોની મૌત થઇ ગઈ. ફૂટપાથ પર સુઈ રહેલા ચાર લોકોને ખુબ જ ઝડપે આવતી કારે કચડી નાખ્યા. આ ઘટનામાં 3 બાળકોની ત્યાં જ મૌત થઇ ગઈ. સૂચના પછી જગ્યા પર પહોંચેલી પોલીસે ઘાયલ બાળકોને હોસ્પિટલમા દાખલ કરાવ્યા. આ ઘટના પછી સ્થાનીય લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો અને તેમને કાર સવાર પર હુમલો કરી દીધો.

ત્રણ બાળકોની મૌત

ત્રણ બાળકોની મૌત

આ ઘટના ઓલ્ડ બાયપાસ પાસે કુમ્હારાર વિસ્તારની જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને ઝડપી કારે કચડી નાખ્યા, જેમાં ત્રણ બાળકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ. આ ઘટના પછી ગુસ્સે ભરાયેલી ભીડે કારમાં સવાર લોકો પર હુમલો કરી દીધો. ભીડે કાર ચાલકની મારી મારીને હત્યા કરી નાખી, જયારે બીજા એક સવારને અધમરો કરી નાખ્યો. ગુસ્સે ભરાયેલી ભીડે ઘણા સમય સુધી હંગામો કર્યો અને જામ કરી દીધો. ભીડ ઘ્વારા પીટાઈ પછી ઘાયલ યુવકને પણ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

ભીડે કાર ચાલકની હત્યા કરી નાખી

ભીડે કાર ચાલકની હત્યા કરી નાખી

ગુસ્સે ભરાયેલી ભીડે કારમાં ખુબ જ તોડફોડ કરી. એટલું જ નહીં પરંતુ જગ્યા પર ઘણી ચોકીની પોલીસ પહોંચી, ત્યારે ભીડે તેમના પર પણ હુમલો કરી દીધો. આ ઘટના પછી આખા વિસ્તારમાં તણાવ પેદા થઇ ગયો છે. લોકોએ ઘણા સમય સુધી રસ્તો જામ કરી દીધો હતો. તેઓ પોલીસની વાત પણ સાંભળવા માટે તૈયાર ના હતા.

સ્થાનીય લોકોની પોલીસ સાથે ઝડપ

સ્થાનીય લોકોની પોલીસ સાથે ઝડપ

સ્થાનીય લોકો ઘ્વારા આરોપ લગાવવમાં આવ્યો કે કાર સવાર નશામાં ધૂત હતા. તેઓ રસ્તા અને ફૂટપાથ વચ્ચેનું અંતર પણ નહીં સમજી શક્યા. આ ઘટના પછી દારૂબંધી કાનૂન અંગે પણ સવાલ થવા લાગ્યા છે. હંગામાને કારણે લાશોને ઘણા સમય સુધી પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી શકાય ના હતી. પોલીસે ગમે તેમ કરીને લોકોને સમજાવીને જામ હટાવ્યો અને અંતે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

English summary
Bihar: car crashes 3 children who were sleeping on footpath in Patna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X