Bihar Caste Based Survey: નીતીશ કુમારને મળી રાહત, હવે થઇ શકશે જાતિ આધારિત વસ્તી ગણતરી

Bihar Caste Based Survey: બિહારની નીતીશ કુમારની સરકારને જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક લગાવતી અરજીઓ અંગે મોટી રાહત મળી છે. બિહાર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના સર્વેને પડકારતી અરજીઓ પટના હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

પટના હાઈકોર્ટના નિર્ણયને કારણે હવે નીતીશ સરકારને રાજ્યમાં જાતિ ગણતરી કરાવવાની લીલી ઝંડી મળી ગઈ છે. આવી સ્થિતિમાં હવે નીતિશ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીનું અટકેલું કામ પૂર્ણ કરી શકશે.

Bihar Caste Based Survey

એડવોકેટ દિનુ કુમારે જણાવ્યું હતું કે, જજે ચુકાદો આપ્યો કે, બિહાર સરકારના જાતિ આધારિત સર્વેક્ષણને પડકારતી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. તે તેની સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવશે.

આ પહેલા 4 મેના રોજ પટના હાઈકોર્ટે જાતિ આધારિત ગણતરી વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરી હતી. મંગળવારના રોજ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેચ ચુકાદો સંભળાવશે.

ઉલ્લેખનીય છે કે, બિહાર સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરતી વખતે અરજીકર્તાઓએ જાતિ ગણતરી રોકવાની અપીલ કરી હતી. હાઈકોર્ટમાં અલગ-અલગ પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 4 મેના રોજ પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરી પર પ્રતિબંધની માંગ કરતી અરજીઓ પર સુનાવણી પૂરી થયા બાદ તરત જ રોક લગાવી દીધી હતી. જાતિની ગણતરીને ગેરબંધારણીય અને ખોટી ગણાવીને કોર્ટે આગળના આદેશ સુધી વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X