For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમાર ઇલેક્ટ્રિક કારથી વિધાનસભા પહોંચ્યા

દેશમાં વધતા પ્રદુષણને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેના માટે દેશમાં તેઓ ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાશન આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં વધતા પ્રદુષણને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેના માટે દેશમાં તેઓ ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાશન આપી રહ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રાલયમાં ઘણા અધિકારીઓ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ કરી રહ્યા છે. દિલ્હીના મંત્રાલય પરિસરમાં ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવવામાં આવ્યા છે, જેથી તેનો સરળતાથી ઉપયોગ થઇ શકે. પરંતુ હજુ સુધી કોઈ પણ મોટા નેતાને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરતા જોવામાં નથી આવ્યા પરંતુ હાલમાં બિહારમાં આ નજારો જોવા મળ્યો.

વિધાનસભામાં ઇલેક્ટ્રિક કારથી પહોંચ્યા

વિધાનસભામાં ઇલેક્ટ્રિક કારથી પહોંચ્યા

હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્ય વિધાનસભામાં ઇલેક્ટ્રિક કારથી પહોંચ્યા. નીતીશ કુમાર ઘ્વારા લેવામાં આવેલું આ પગલું બીજા લોકો માટે એક મોટું ઉદાહરણ સમાન છે. આ અવસરે પરિવહન વિભાગના સચિવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરીને સંદેશ આપવા માંગે છે કે રાજ્યમાં પ્રદુષણ વધી રહ્યું છે. અમે બીજી લોકોને ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગીયે છે.

અવાઝ અને પ્રદુષણ વિનાની કાર

અવાઝ અને પ્રદુષણ વિનાની કાર

તેની સાથે સાથે તેમને એવું પણ કહ્યું કે રાજ્યમાં લોકલ જગ્યા પર જવા માટે આ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ થશે. તેમને કહ્યું કે આ અવાઝ અને પ્રદુષણ વિનાની કાર છે જે પ્રદુષણ સ્તરને ઓછું કરવામાં મદદ કરશે.

50% સબસીડી

50% સબસીડી

રાજ્યમાં ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાશન આપવા માટે ખુબ જ જલ્દી મુખ્યમંત્રી નીતીશ કુમાર ઇલેક્ટ્રિક કાર પર 50% સબસીડી આપવા જઈ રહ્યા છે. તેની સાથે સાથે તેઓ રાજ્યમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ બનાવી રહ્યા છે, જેથી ખરીદ્યા પછી ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે.

English summary
Bihar CM Nitish Kumar arrives in assembly by electric car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X