For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોટામાં ફસાયેલા છાત્રો માટે યુપી સરકારે મોકલી 300 બસો, નીતિશકુમારે ઉઠાવ્યા સવાલ

લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં છાત્રોને કોટાથી લાવવાના નિર્ણય પર રાજકારણ ગરમાયુ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આના પર વિરોધ વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાનના કોટામાં ફસાયેલા છાત્રોને પાછા લાવવા માટે શુક્રવારે 300 બસો મોકલી છે. જે મોડી રાતે કોટા પહોંચી ગઈ. વાસ્તવામાં ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં રહેતા આ છાત્રો રાજસ્થાનના કોટામાં કોચિંગ લઈ રહ્યા છે. પરંતુ કોવિડ-19 સંક્રમણના કારણે દેશમાં લૉકડાઉન લાગ્યા બાદ ત્યાં ફસાઈ ગયા. હવે લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં છાત્રોને ત્યાંથી લાવવાના નિર્ણય પર રાજકારણ ગરમાયુ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આના પર વિરોધ વ્યક્ત કર્યો છે.

સીએમ નીતિશના આ નિવેદનનુ મહત્વ

સીએમ નીતિશના આ નિવેદનનુ મહત્વ

સીએમ નીતિશના આ નિવેદનનુ મહત્વ એટલા માટે પણ વધી ગયુ છે કારણકે બિહારમાં ભાજપની સાથે સરકાર ચલાવી રહ્યા છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ ભાજપની જ સરકાર છે. વળી, કોટામાં દેશભરના છાત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે જાય છે. અહીં કોરોના વાયરસ ફેલાવાના સમાચાર આવ્યા બાદ આ છાત્રો માટે જોખમ વધી ગયુ છે. માંગ થવા લાગી કે છાત્રોને ત્યાંથી પાછા લાવવામાં આવે. મામલાને તૂલ પકડતુ જોઈ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર આ છાત્રોને અહીંથી જવા દેવા માટે પણ તૈયાર થઈ ગઈ છે.

 લૉકડાઉનના સિદ્ધાંતોનુ ઉલ્લંઘન

લૉકડાઉનના સિદ્ધાંતોનુ ઉલ્લંઘન

એનડીટીવીના રિપોર્ટ અનુસાર જ્યારે નીતિશ કુમારને પૂછવામાં આવ્યુ કે શું તે પણ બસ મોકલશે. તો તેમણે કહ્યુ કે આ લૉકડાઉનની મજાક ઉડાવનાર નિર્ણય છે. આ લૉકડાઉનના સિદ્ધાંતોનુ સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. આ સાથે જ નીતિશ કુમારે રાજસ્થાન સરકાર પાસે પણ માંગ કરી છે કે તે બસોની પરમિટ પાછી લઈ લે. તેમણે એ પણ કહ્યુ કે જે છાત્રો કોટામાં છે તેમની સુરક્ષા ત્યાં જ કરવામાં આવે.

પ્રવાસી મજૂરો સાથે અન્યાય

પ્રવાસી મજૂરો સાથે અન્યાય

આ બાબતે બિહારના મુખ્ય સચિવ દીપક કુમારે રાજસ્થાન સરકારને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે કહ્યુ છે, ‘કોટાથી ઉત્તર પ્રદેશના છાત્રોને બહાર લાવવાનો નિર્ણય ભાનુમતીનો પિટારો ખોલવા જેવો છે. જો તમે છાત્રોને કોટાથી લાવવાની મંજૂરી આપો છો,તે તમે કયા આધારે પ્રવાસી મજૂરોને ત્યાં રોકાવા માટે કહી શકો છો. એટલા માટે રાજસ્થાન સરકારે બસોને જારી કરેલી વિશેષ પરમિટ રદ કરવી જોઈએ.'

આ પણ વાંચોઃ કોરોના કહેર યથાવત, 24 કલાકમાં નવા 991 કેસ, સંખ્યા વધીને 14378 થઈઆ પણ વાંચોઃ કોરોના કહેર યથાવત, 24 કલાકમાં નવા 991 કેસ, સંખ્યા વધીને 14378 થઈ

English summary
bihar cm nitish kumar opposed up cm yogi adityanath decision to bring back stranded students from kota
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X