For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર પણ બની શકે છે તમારું ચૂંટણી કાર્ડ, જાણો કેવી રીતે

ફેસબુક પર પણ બની શકે છે તમારું ચૂંટણી કાર્ડ, જાણો કેવી રીતે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી પહેલા અમે એક એવી માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે તમને બહુ કામ આવી શકે છે. મોટા ભાગે ચૂંટણી ટાણે વોટર આઈડીમાં સુધારા વધારા કરવા માટે લોકોએ ધક્કા ખાવા પડતા હોય છે, જો તમારે પણ ચૂંટણી કાર્ડમાં સુધારા કરવાના હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે ફેસબુક પરથી પણ તમે ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરી શકશો. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ મતદાતાઓ માટે ચૂંટણી પંચે નવી પહેલ શરૂ કરી છે. પટણા જિલ્લા પ્રશાસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુમાં વધુ લોકોને જોડવા માટે મહત્વની પહેલ શરૂ કરી છે.

election how to

પ્રશાસને સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા લોકોને મતદાન પ્રત્યે જાગરુક કરવાની મહત્વપૂર્ણ પહેલ કરી છે. જિલ્લા ચૂંટણી કાર્યાલયે ફેસબુક પેજ બનાવ્યું છે. ફેસબુક દ્વારા યુવા મતદાતા મતદારોની યાદીમાં નામ જોડાવવા, સુધારો કરાવવા, આધાર કાર્ડ નંબર જોડવા, પોતાના ક્ષેત્રના બીએલઓ અને બૂથ વિશે જાણકારી લઈ શકે છે. આ ફેસબુક પેજ દ્વારા તમે તમારું ચૂંટણીકાર્ડ પણ બનાવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ પેજ પર ચૂંટણી પંચની તમામ લિંક આપવામાં આવી છે. ફેસબુકનો ઉપયોગ કરનાર લિંકનો ઉપયોગ કરી ચૂંટણી સંબંધી જાણકારીઓ મેળવી શકો છો.

www.facebook.com/deopatna નામથી બનેલ આ પેજ પર મતદાતા પોતાની તમામ જાણકારી હાંસલ કરી શકે છે. આ પેજ સાથે જોડાવવા માટે પહેલા આ પેજને તમારે લાઈક કરવું પડશે. જેમાં હેલ્પલાઈન નંબર, જિલ્લાનો ટોલ ફ્રી નંબર અને નેશનલ ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. જો કે હજુ સુધી બધા રાજ્યોમાં આ સુવિધા શરૂ નથી થઈ. અપેક્ષા રાખીએ છીએ કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સફળ પ્રયોગ બાદ અન્ય રાજ્યોમાં પણ આવા પ્રકારની મતદારોને સુવિધા મળે.

આ પણ વાંચો- AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકા, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી

English summary
Bihar Election commission start a new campaign on Facebook to join more people. Through this facebook you can make your voter ID Card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X