For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકા, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓની એક બેઠક બોલાવી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ પોતાની પ્રેસ કોન્ફ્રન્સ કેન્સલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓની એક બેઠક બોલાવી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ પોતાની પ્રેસ કોન્ફ્રન્સ કેન્સલ કરી દીધી છે. આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના 6 ઉમેદવારોના નામનું એલાન કરવાની હતી. હવે આ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે આવનારી લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે.

Lok Sabha Elections 2019

સૂત્રો અનુસાર રાહુલ ગાંધી આ બેઠકમાં સીટોની વહેંચણી અને દિલ્હીમાં ગઠબંધન કરવાનું છે કે નહીં તેના પર નિર્ણય લેશે. હવે અંદરખાનેથી એવી પણ માહિતી આવી રહી છે કે ગઠબંધનનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે, ફક્ત ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી છે. સૂત્રો અનુસાર ગઠબંધન થવાની સ્થિતિમાં દિલ્હીમાં લોકસભાની 7 સીટો પર ચૂંટણી 3-3-1 ફોર્મ્યુલા પર લડવામાં આવશે.

આ પણ વાંચો: ચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ

જાણકારી એવી પણ સામે આવી રહી છે કે આ ફોર્મ્યુલા હેઠળ દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો દીકરો પણ દિલ્હીથી ચૂંટણી લડશે. અહીં આપને જણાવી દઈએ કે હરિયાણાના જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી થઇ શક્યું અને દિલ્હીમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય તો આમ આદમી પાર્ટીને મોટું નુકશાન થઇ શકે છે. આ દરમિયાન બીજા ઘટક દળોનું પણ દબાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: પીએમ મોદી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અંબાણીને આપી રહ્યા છે

English summary
Lok Sabha Elections 2019: Alliance between AAP and Congress may announce today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X