For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇકોનોમોક ગ્રોથમાં ગુજરાતથી આગળ નિકળ્યું બિહાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-nitish
પટના, 20 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આ સમાચાર પરેશાનીમાં મુકી શકે છે. ઇકોનોમિક ગ્રોથના મુદ્દે નિતિશ કુમારનું બિહાર નરેન્દ્ર મોદીના ગુજરાતથી આગળ નિકળી ગયું છે. ગ્લોબલ ઇકોનોમિક સ્લો ડાઉન અને દેશમાં ઘટતી જતી ઘરેલું માંગણી હોવાછતાં બિહારની 11મી પંચવર્ષીય યોજના દરમિયાન 11.95 ટકાના દરની પ્રગતિ કરી જે દેશના અન્ય રાજ્યો કરતાં વધારે છે.

બિહાર માટે 2012-13નો ઇકોનોમિક સર્વે વિધાનસભામાં રજૂ કર્યા બાદ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ''11મી પંચવર્ષીય યોજના દરમિયાન બિહારનો આર્થિક વિકાસ દર 11.95 ટકા રહ્યો જે દેશના અન્ય રાજ્યો કરતાં સૌથી વધારે છે. રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના આધારે બિહારમાં વ્યક્તિદિઠ આવક 25,653 રૂપિયા છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 60,972 રૂપિયા છે. 2011-12માં રાજ્યની વ્યક્તિ દિઠ આવક રાષ્ટ્રીય તુલનામાં 42 ટકા થઇ ગઇ છે જ્યારે 2007-08માં આ 32.4 ટકા હતી.''

મોદીનું કહેવું કહેવું છે કે 'આ સર્વે બિહારની ઇકોનોમિની સારી છાપ રજૂ કરે છે. આ સારી આર્થિક નિતિઓનું પરિણામ છે. ફક્ત રાજ્ય જ નહી પરંતુ દરેક ક્ષેત્રએ પ્રગતિ કરી છે. ઇકોનોમિક સર્વે અનુસાર 2004-05ના સ્થિર મૂલ્ય પર બિહારનો જીએસડીપી 2011-12માં 1.52 લાખ કરોડ રૂપિયા હતો. 2011-12માં 172 લાખ ટન અનાજનું ઉત્પાદન થયું જે 2010-11ની તુલનામાં 68 લાખ ટન વધુ થયું. 2011-12માં રાજ્યમાં અનાજનું ઉત્પાદન 82 લાખ ટન થયું. 2011-12માં બિહારનું પોતાનું કર-મહેસૂલ વધીને 12,612 કરોડ થઇ ગયું છે.

મોદીનું કહેવું છે કે અતિલધુ, લધુ અને મધ્યમ ઉદ્યમોમાં સપ્ટેમ્બર 2012 સુધી 6.3 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત હતી જ્યારે 1941 કરોડ રૂપિયાનું રોકાણ હતું. રાજ્યમાં 2011-12માં 45.10 લાખ ક્વિટંન ખાંડનું ઉત્પાદન થયું.

ઉપમુખ્યમંત્રીએ પર્યટકોની સંખ્યામાં વધારાના કારણે ઇકોનોમી માટે સારા સંકેત દર્શાવે છે કે દેશમાં આવનાર વિદેશી પર્યટકોમાં દરેક છઠ્ઠો પર્યટક બિહાર આવે છે. 2011માં આ સંખ્યા 7.95 લાખ હતી. 2011-12માં બિહારમાં બેંકોમાં જમા 22,155 કરોડ રૂપિયાનો વધારો થયો. 2011-12માં 2010-11ની તુલનામાં લેણું આપવામાં 6500 કરોડ રૂપિયાનો વધારો થયો. રાજ્યમાં સપ્ટેમ્બર 2012 સુધી બિહારની ક્રેડિટ ડિપોઝિટ વધીને 39 ટકા થઇ ગઇ છે.

English summary
Bihar has been the top performer among the major states in terms of economic growth during the 11th Five Year Plan which ended on March 31, 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X