For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ સરકારે 400 પોલીસકર્મીની હકાલપટ્ટી કરી, સંપત્તિ પણ જપ્ત કરશે

નીતિશ સરકારે 400 પોલીસકર્મીની હકાલપટ્ટી કરી, સંપત્તિ પણ જપ્ત

|
Google Oneindia Gujarati News

પટનાઃ સીએમ નીતિશ કુમારે 5 એપ્રિલ 2016ના રોજ બિહારમાં દારૂ બંધીની ઘોષણા કરી ત્યારથી અત્યાર સુધીમાં 400થી વધુ પોલીસ કર્મીઓને બૂટલેગરો સાથેના કનેક્શન હોવાને પગલે સસ્પેન્ડ કરી દીધા છે. બિહાર આ કર્મચારીઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના પોલીસ પ્રમુખ કેએસ દ્વિવેદીએ કહ્યું કે સરકાર હવે આવા મામલાઓમાં કડક વલણ અપનાવશે જેથી કરીને દારૂબંધીનો અમલ કરી શકાય.

police

સરકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ માત્ર 41 જ એવા છે જેમને સજા થઈ શકી છે. બે વર્ષ પહેલા નીતિશ કુમાર સરકારે બિહારમાં દારૂબંધી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે રાજ્યના કેટલાય ભાગમાં દારૂની હેરાફરીના મામલા સામે આવ્યા હતા જેમાં પોલીસકર્મીઓની સંડોવણી પણ સામે આવી હતી.

દારૂબંધીના ફેસલા બાદ બિહાર પોલીસે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ઠેકાણે છાપામારી કરી છે. જ્યારે એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે 16 લાખ લીટરથી વધુ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત વિભાગે 9 લાખ લીટર દેશી દારૂ પણ વિવિધ ઠેકાણેથી એકઠો કર્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં દારૂબંધી બાદ બૂટલેગરો પાસેથી હફ્તો લેતા અને તેમની સાથે સંડોવણી ધરાવતા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- લો બોલો, ડેરી સંચાલકને બંધક બનાવી લૂંટી ગયા 18 ભેંસ!

English summary
Bihar: More Than 400 cops Dismissed For Violating Liquor Ban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X