આપત્તિજનક સ્થિતિમાં પકડાયેલ પ્રેમી પંખીડાને ગ્રામજનોએ ફટકાર્યા, વીડિયો વાયરલ
આપત્તિજનક સ્થિતિમાં પકડાયેલ પ્રેમી પંખીડાને ગ્રામજનોએ માર્યા
મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જે માણસાઈને પણ શરમાવે તેવો છે. અહીં પર ગ્રામીણોએ એક પ્રેમી યુગલને થાંભલા સાથે બાંધીને ઢોરની જેમ પીટાઈ કરી. આરોપ છે કે બંને આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા, જે બાદ ગ્રામિણોએ ગુસ્સામાં બંને પ્રેમી પંખીડાને થાંભલા સાથે બાંધી પીટાઈ કરવા લાગ્યા હતા.

આ નિર્દયતાની પૂરી ઘટનાને અન્ય લોકો મુંગા દર્શક બનીને જોતા જ રહ્યા. જ્યારે અન્ય કેટલાક લોકોએ પ્રેમીઓને બચાવવાને બદલે પોતાના મોબાઈલમાં ઘટનાનું રેકોર્ડિંગ કરવાનું વધુ પસંદ કર્યું. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ગામની આ ઘટના છે ત્યાંના લોકો મુજબ પંચાયતે પોતાનું તાલિબાની ફરમાન સંભળાવી બંનેને ગામની બહાર કાઢી મૂક્યા છે.
એટલું જ નહિ પંચાયતે છોકરા પર 51 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યારે વાયરલ થયેલ વીડિયોની જાણકારી મળતાં જ પોલીસ સ્ટેશને પહોંચેલ મીડિયાકર્મીઓએ જ્યારે પોલીસને વીડિયો દેખાડ્યો ત્યારે તેમને આ અમાનવીય વ્યવાર વિશે માલુમ પડ્યું. જે બાદ મુઝફ્ફરપુરના ડીએસપી ગૌરવ પાંડેએ કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. તપાસ કરવામા આવી રહી છે, તમામ દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો- છાત્રાનું પાડોશી યુવકે અપહરણ કર્યું, આખી રાત ગેંગરેપ કર્યો
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
