For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Elections 2020: પહેલા તબક્કામાં લડી રહેલા 328 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, 375 છે કરોડપતિ

Bihar Elections 2020: પહેલા તબક્કામાં લડી રહેલા 328 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, 375 છે કરોડપતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એસોસિએશન ફૉર ડેમોક્રેટિકે બિહાર વિધાનસભા ચૂંટણી 2020 ( Bihar Assembly Elections 2020)માં 1066 ઉમેદવારોમાંથી 1064 ઉમેદવારો દ્વારા સ્વઘોષિત શપથ પત્રોમાં વિશ્લેષણ મેળવ્યું છે કે બિહાર ચૂંટણીમાં કિસ્મત અજમાવવા ઉતરેલા કુલ 375 ઉમેદવારો કરોડપતિ છે. રેકોર્ડમાં એ વાત પણ સામે આવી કે બિહાર ચૂંટણી 2020ના પહેલા તબ્કાકમાં ઉતરનાર કુલ 328 ઉમેદવારો સામે અપરાધિક મામલા પણ નોંધાયેલા છે.

244 ઉમેદવારો પર અપરાધિક મામલા

244 ઉમેદવારો પર અપરાધિક મામલા

એડીઆરના રિપોર્ટ મુજબ બિહાર ચૂંટણીના પહેલા તબક્કમાં ચૂંટણી લડી રહેલા 244 ઉમેદવારો સામે ગંભીર અપરાધિક મામલા નોંધાયેલા છે. 11 દિવસની અવધિમાં થનાર બિહાર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કાનું મતદાન આગામી 28 ઓક્ટોબરે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

અપરાધિક ઉમેદવારોના મામલે રાજદ સૌથી આગળ

અપરાધિક ઉમેદવારોના મામલે રાજદ સૌથી આગળ

બિહારની મુખ્ય વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા પાર્ટીએ અપરાધિક પૃષ્ઠભૂમિ વાળા સૌથી વધુ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જે બાદ ભાજપનો નંબર આવે છે, જેણે સૌથી વધુ અપરાધિક મામલા વાળા ઉમેદવારોને ટિકિટ આપી છે. ડીઆર વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બિહાર ચૂંટણી 2020માં ચૂંટણી લડી રહેલ પ્રમુખ રાજનૈતિક દળ રાજદના 41 ઉમેદવારોમાંથી 30એ પોતાના સોગંધનામામાં પોતાની સામે અપરાધિક મામલા નોંધાયેલા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ભાજપના 29માંથી 21 ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલા છે.

ચિરાગ પાસવાનની LJPના 41 ઉમેદવારોમાંથી 24 સામે ક્રિમિનલ રેકોર્ડ

ચિરાગ પાસવાનની LJPના 41 ઉમેદવારોમાંથી 24 સામે ક્રિમિનલ રેકોર્ડ

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના 41 ઉમેદવારોમાંથી 24, કોંગ્રેસના 21 ઉમેદવારોમાંથી 12, જેડીયૂના 35 ઉમેદવારોમાંથી 15, માયાવતીની બહુજન સમાજ પાર્ટીના 26 ઉમેદવારોમાંથી 8 સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

ગંભીર અપરાધિક કેસ મામલે પણ રાજદ આગળ

ગંભીર અપરાધિક કેસ મામલે પણ રાજદ આગળ

ગંભીર અપરાધિક કેસ વાળા ઉમેદવારોના મામલે પણ રાજદ સૌથી આગળ છે, જેણે કુલ 22 એવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જેમણે ખુદ પર ગંભીર અપરાધિક મામલા નોંધાયેલા હોવાનું સોગંધનામામાં સ્વીકાર્યું છે. એડીઆરના રિપોર્ટ મુજબ રાજદ તરફથી પહેલા તબક્કામાં મેદાનમાં ઉતરનાર 41 ઉમેદવારોમાંથી 22 ઉમેદવાર ગંભીર અપરાધિક કેસ વાળા છે.

ગંભીર અપરાધિક મામલા વાળા ઉમેદવારોમાં LJP બીજા સ્થાને

ગંભીર અપરાધિક મામલા વાળા ઉમેદવારોમાં LJP બીજા સ્થાને

ગંભીર અપરાધિક મામલા વાળા ઉમેદવારોના સંદર્ભમાં LJP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા કુલ 41 ઉમેદવારોમાંથી 20 ઉમેદવારો સામે ગંભીર અપરાધિક મામલા નોંધાયેલા છે, જ્યારે ભાજપના 29 ઉમેદવારોમાંથી 13, કોંગ્રેસના 21માંથી 9 ઉમેદવારો સામે ગંભીર મામલા નોંધાયેલા છે. જેડીયૂના 10 અને બીએસપીના 5 ઉમેદવારો સામે પણ ગંભીર મામલા નોંધાયેલા છે.

29 ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ અરાધ સંબંધ મામલા નોંધાયેલ

29 ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ અરાધ સંબંધ મામલા નોંધાયેલ

એડીઆરના રિપોર્ટ મુજબ 29 ઉમેદવારોએ મહિલા વિરુદ્ધ અપરાધિક મામલાની ઘોષણા કરી છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધિક મામલાની ઘોષણા કરનાર 29 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોએ બળાત્કાર સંબંધિત મામલાની પણ ઘોષણા કરી છે.

કુલ 93 ઉમેદવારો કરોડપતિ છે

કુલ 93 ઉમેદવારો કરોડપતિ છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વિશ્લેષણ કરાયેલ 1064 ઉમેદવારોમાંથી 375 કરોડપતિ છે. જ્યારે 943 ઉમેદવારોએ 5 કરોડ રૂપિયા અને તેનાથી વધુની સંપત્તિ ઘોષિત કરી છે. જ્યારે બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 123 ઉમેદવારોએ 2 કરોડથી 5 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે. એટલે કે બિહાર ચૂંટણી 2020ના પહેલા તબક્કામાં પ્રત્યેક ઉમેદવારની એવરેજ સંપત્તિ 1.99 કરોડ રૂપિયા છે.

રાજદના 41માંથી 39 ઉમેદવારો કરોડપતિ

રાજદના 41માંથી 39 ઉમેદવારો કરોડપતિ

આ શ્રણીમાં રાજદે પણ બાજી મારી છે. બિહાર ચૂંટણી 2020ના પહેલા તબક્કામાં એડીઆરે આરજીડીના 41 ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું, જેમાં જાણવા મળ્યું કે 39 ઉમેદવારોએ 1 કરોડથી વધુ સંપત્તિ ઘોષિત કરી છે. પહેલા તબક્કામાં કરોડપતિ ઉમેદવારોમાં રાજદ બાદ જેડીયૂ અને ભાજપનો નંબર છે.

જદયૂના 31 ઉમેદવારો કરોડપતિ

જદયૂના 31 ઉમેદવારો કરોડપતિ

અન્ય દળોમાં જદયૂના 35 ઉમેદવારોમાંથી 31 ઉમેદવાર, ભાજપના 29માંથી 24, એલજેપીના 41 ઉમેદવારોમાંથી 30, કોંગ્રેસના 21 ઉમેદવારોમાંથી 14, બીએસપીના 26 ઉમેદવારોમાંથી 12 ઉમેદવારોએ 1 કરોડથી વધુની સંપત્તિ ઘોષિત કરી છે.

Bihar Opinion Poll: સીએમ તરીકે નીતિશ કુમાર પહેલી પસંદ, પરંતુ તેજસ્વી પણ નજીકBihar Opinion Poll: સીએમ તરીકે નીતિશ કુમાર પહેલી પસંદ, પરંતુ તેજસ્વી પણ નજીક

જેડીયૂના કરોડપતિ ઉમેદવારો

જેડીયૂના કરોડપતિ ઉમેદવારો

ADR ની યાદી મુજબ પ્રમુખ દળોમાં વિશ્લેષણથી માલૂમ પડ્યું કે જેડીયૂના 35 ઉમેદવારોના પ્રત્યેક ઉમેદવાર એવરેજ સંપત્તિ 8.12 કરોડ રૂપિયા ચે જ્યારે પહેલા તબક્કા માટે રાજદ દ્વારા ઘોષિત 41 ઉમેદવારોની પ્રતિ ઉમેદવારની એવરેજ સંપત્તિ 6.98 ટકા, કોંગ્રેસના 21 ઉમેદવારોની પ્રતિ ઉમેદવારની એવરેજ સંપત્તિ 6.03 કરોડ છે.

LJPના કરોડપતિ ઉમેદવારો

LJPના કરોડપતિ ઉમેદવારો

એલજેપીના 41 ઉમેદવાર એવા છે જેની પ્રત્યેક ઉમેદવારની એવરેજ સંપત્તિ 4.62 કરોડ, ભાજપના 29 ઉમેદવારોના પ્રતિ ઉમેદવાર 3.10 કરોડ અને બસપાના 26 ઉમેદવારોના પ્રતિ ઉમેદવારની એવરેજ સંપત્તિ 1.36 કરોડ છે.

English summary
Bihat Elections 2020: 328 candidates having criminal case and 375 candidates are crorepatis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X