ત્રિપુરામાં આજે બની BJPની સરકાર, બિપ્લબ દેવ બન્યા CM

Posted By:
Subscribe to Oneindia News

આજે ભાજપના બિપ્લબ દેવ અગરતલામાં અસમ રાઇફલ્સ મેદાનમાં ત્રિપુરાના 10માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. આ સાથે જ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપની પહેલી સરકાર બનાવી છે. 48 વર્ષીય દેવને 6 માર્ચે રાજ્યપાલ તથાગત રાયને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સાથે જ 25 વર્ષથી ત્રિપુરાની સત્તા પર બેસતી લેફ્ટ પાર્ટી પહેલી વાર હવે સત્તા છોડી વિપક્ષમાં બેસશે. ભાજપે ત્રિપુરામાં 35 સીટો પર જીત મેળવી છે. નોંધનીય છે કે બિપ્લબ કુમાર દેવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. જેમનો જન્મ ઉદયપુરમાં થયો હતો. અને તે પશ્ચિમ ત્રિપુરાની બનમાલીપુરા સીટથી વિધાયક પસંદ કરવામાં આવ્યા હતા. ત્રિપુરા યુનિવર્સિટીથી 1999માં ગ્રેજ્યુએટ થયેલા બિપ્લબ સમાજસેવાનું કામ કરે છે. અને તેમની છબી અત્યાર સુધી એક સનિષ્ઠ નેતાની રહી છે. સાથે જ તેમની પર કોઇ ક્રિમિનલ કેસ નથી. તેમના દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી સંપત્તિ મુજબ તેમની પાસે 5.85 કરોડની સંપત્તિ છે.

bipal

ત્યારે અગરતલામાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ માટે તે વિશેષ પ્લેનથી ત્રિપુરા પહોંચ્યા હતા. વળી પીએમ કાર્યક્રમમાં હાજરી આપવાના હોઇ ચાંપતો પોલીસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. બિપ્લબ દેવના મંત્રીમંડળમાં સુદિયો રોય બર્મ, પ્રણબ દેવ, મનોજ દેબ, સંતના ચકમા, રતનલાલ નાથને સંભવિત મંત્રીના રૂપે જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદી સિવાય અમિત શાહ, એલ કે અડવાણી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. વધુમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મણિક પણ હાજર રહ્યા હતા. રાજકીય રીતે પૂર્વોત્તર રાજ્યમાં બની રહેલી ભાજપની આ પહેલી સરકાર ભાજપના પૂર્વોત્તર રાજ્યોના ભવિષ્ય માટે આવનારા સમયમાં ખૂબ જ મહત્વની સાબિત થઇ શકે છે.

English summary
Biplab Deb to be sworn in as Tripura CM today. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.