નેતાજી શુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિને દર વર્ષે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે
Parakram Diwas: મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફૌઝના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને લઈ ભારત સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. સંસ્કૃતિ મંત્રાલયે ઘોષણા કરી છે કે ભારત સરકારે હર વર્ષે 23 જાન્યુઆરીને નેતાજી શુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાનો ફેસલો લીધો છે. એટલે કે હવે દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસના રૂપમાં નેતાજી શુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને ભારત સરકાર ઉજવશે. આગામી 23 જાન્યુઆરીએ નેતાજીની 125મી જન્મ જયંતિ છે. જેને મોદી સરકારે ભવ્ય રૂપે મનાવવાનો ફેસલો લીધો છે. જેને લઈ એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જેની આગેવાની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલા કાર્યક્રમની શરૂઆત 23 જાન્યુઆરીએ તેમની જયંતિથી થશે. કાર્યક્રમનું આયોજન આખા વર્ષ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના 125મા જયંતિ સમારોહની શરૂઆત 23 જાન્યુઆરીએ કોલકાતના ઐતિહાસિક વિક્ટોરિયા મેમોરિયલ હૉલથી કરી શકે છે.
અગાઉ જાન્યુઆરીમાં પીએમ મોદીએ ઘોષણા કરી હતી કે કેન્દ્રએ નેતાજીની 125મી જયંતિ પર 23 જાન્યુઆરી 2021થી શરૂ થનાર વર્ષભરની ગતિવિધિઓ પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા હતા. નિષ્ણાંતો, ઈતિહાસકારો, લેખકો, નેતાજી અને આઈએનએ સહયોગિઓના પરિવારના સભ્યોએ નક્કી કરવાનું હતું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીના યોગદાનને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે.
Opinion Poll 2021: પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બનશે, જાણો શું કહે છે જનતાનો મૂડ