• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birth Anniversary special: ઈન્દિરા ગાંધીના આ મોટા નિર્ણયો જે હંમેશા યાદ રહેશે

|

દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી અને આયર્ન લેડીના નામથી ઓળખાતા ઈન્દિરા ગાંધીની આજે 19 નવેમ્બરના રોજ 102મી જન્મજયંતિ છે. ઈન્દિરા ગાંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા એવા મોટા નિર્ણયો લીધા હતા જેમણે માત્ર ઈતિહાસ જ નહિ પરંતુ દુનિયાની ભૂગોળ પણ બદલી દીધી હતી. તે મોટા નિર્ણયો લેવાથી ક્યારેય પાછળ ન હટ્યા. બાંગ્લાદેશ આજે તેના કારણે જ એક અલગ દેશ બન્યો છે. બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે ઈન્દિરા ગાંધીનુ યોગદાન બાંગ્લાદેશ આજે પણ યાદ રાખે છે. ઈન્દિરાએ ભારતની સેનાને ત્યાં મોકલવાનો નિર્ણય લીધો હતો અને 80 હજાર પાકિસ્તાની સૈનિકોના આત્મસમર્પણથી બાંગ્લાદેશનો ઉદય થયો હતો. તેમની જન્મજયંતિના પ્રસંગે અમે તમને તેમના મોટા નિર્ણયો વિશે જણાવીશુ જે આજે પણ દરેકને યાદ છે અને હંમેશા યાદ રહેશે.

1975માં ઈમરજન્સી

1975માં ઈમરજન્સી

1917માં જન્મેલા ઈન્દિરા ગાંધીનો ઉછેર રાજકારણના વાતાવરણમાં જ થયો અને માટે જ તે આની બારીકાઈને જલ્દી સમજી ગયા હતા. તેમના ઘણા મોટા નિર્ણયોની આજે પણ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ એક નિર્ણયની આજે પણ ઘણી ટીકા કરવામાં આવે છે. આ નિર્ણય છે 1975માં લગાવવામાં આવેલ ઈમરજન્સીનો. આનુ પરિણામ એ થયુ કે કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકાર બની ગઈ. જો કે આ સરકાર થોડા જ સમયમાં પડી ભાંગી હતી અને દેશની જનતાએ ફરીથી ઈન્દિરા ગાંધીને પોતાના નેતા ચૂંટ્યા હતા.

પરમાણુ પરીક્ષણ

પરમાણુ પરીક્ષણ

દેશને સુરક્ષા આપવા અને દુનિયા સામે મજબૂત દેશની છબી બનાવવા માટે ઈન્દિરા ગાંધીએ પરમાણુ પરીક્ષણથી સૌને ચોંકાવી દીધા હતા. આ પરીક્ષણ બાદ ભારત પરમાણુ સંપન્ન દેશ કહેવાયો. અમુક દેશો ભારતના આમ કરવા પર નારાજ હતા પરંતુ ઈન્દિરા એ વખતે બિલકુલ ગભરાયા નહોતા. તેમણે દેશના વિકાસ માટે ઘણા મોટા પગલા ઉઠાવ્યા.

આ પણ વાંચોઃ ફેને બળજબરી કિસ કરવા પર તનુશ્રીએ નેહાને કહ્યુ, હવે ખબર પડી હશે કે શોષણ શું હોય છે

માર્ગારેટ થેચરને પત્ર

માર્ગારેટ થેચરને પત્ર

શ્રીલંકામાં ચાલી રહેલા તમિલ સમસ્યાના ઉકેલ માટે ઈન્દિરાએ બ્રિટનના તત્કાલિન પ્રધાનમંત્રી માર્ગારેટ થેચરને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે આ સમસ્યાના ઉકેલ માટે એખ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને જો ખરેખર શ્રીલંકાની મદદ કરવાની હોય તો રાષ્ટ્રપતિ જયવર્ધને આનુ સ્થાયી સમાધાન શોધવાની અપીલ કરે. તમને જણાવી દઈએ કે આ પત્ર ત્યારે લખ્યો હતો જ્યારે બ્રિટને શ્રીલંકાનના સૈનિકોને તમિલ સમસ્યાના ઉકેલ માટે પ્રશિક્ષણ આપવાનુ શરૂ કર્યુ હતુ.

ઑપરેશન બ્લ્યુ સ્ટાર

ઑપરેશન બ્લ્યુ સ્ટાર

ઈન્દિરા ગાંધીએ દેશના પ્રધાનમંત્રી પદે ઑપરેશન બ્લ્યુ સ્ટારને શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ખાલિસ્તાનની કમર તોડવાનો હતો. પંજાબમાં ખાલિસ્સાતન સમર્થકોનો વધતો પ્રભાવ જોઈને ઈન્દિરાને અંદેશો આવવા લાગ્યો હતો કે આની રાજકારણ પર પણ અસર થઈ શકે છે. વધતો ઉગ્રવાદ જોઈને ઈન્દિરાએ આ નિર્ણય લેવો ત્યારે ખૂબ જરૂરી પણ હતો. આ ઑપરેશન ત્યારે સફળ પણ થયુ જ્યારે સુવર્ણ મંદિરમાં સેનાએ હુમલો કર્યો અને જનરલ સિંહ ભિંડરાલાલનુ મોત થયુ.

સુરક્ષાકર્મી ના બદલ્યા

સુરક્ષાકર્મી ના બદલ્યા

માનવામાં આવે છે કે ઈન્દિરાને એ વાતનો અંદેશો હતો કે સુવર્ણ મંદિરમાં સેના મોકલવાના નિર્ણયથી સિખો નારાજ થઈ શકે છે. તેમણે ઑપરેશન બ્લ્યુ સ્ટાર બાદ એક ભાષણ પણ આપ્યુ હતુ, જેનાથી એ માનવામાં આવતુ હતુ કે ઈન્દિરાને આ વાતની ભનક લાગી ગઈ હતી કે તેમની હત્યા થઈ શકે છે. આ વાત પણ કહેવાય છે કે એ વખતે ઈન્દિરાને સલાહ આપવામાં આવી હતી કે તે પોતાના સુરક્ષાકર્મીઓને બદલી દે પરંતુ તેમણે આનો ઈનકાર કરી દીધો હતો. જે કારણે ઈન્દિરા ગાંધીનુ નિધન થયુ તેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય. તેમના જ સુરક્ષાકર્મીએ 31 ઓક્ટોબરે તેમના સરકારી આવાસ પર તેમને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. તેમના બચવાના કોઈ ચાન્સ નહોતા. ડૉક્ટરોએ તેમને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યા.

English summary
birth anniversary special, know about these biggest decisions of indira gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more