ફેસબુક પર સોનિયાનો વાધાંજનક ફોટો અપલોડ કરનાર વિરૂદ્ધ ફરિયાદ

ભાજપાના એક કથિત કાર્યકર્તા સંદીપ ભલ્લા (ફેસબુક નામ ભલ્લા સંદીપ)એ પોતાના ફેસબુક એકાઉન્ટ પર સોનિયા ગાંધીનો વિકૃત ફોટો લગાવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તા સંજય સહગલે સાઇબર ક્રાઇમ પોલીસ સમક્ષ ભાજપા કાર્યકર્તા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
તેમના આવા પગલાંની ટીકા કરતાં ભાજપા અધ્યક્ષ કમલ શર્માએ કહ્યું હતું કે અમે મહિલાઓનું સન્માન કરીએ છીએ અને આવું થવું ન જોઇએ, જેને પણ આવું કર્યું છે, તેને ભાજપ અને ભારતની સંસ્કૃતિ વિરૂદ્ધ કામ કર્યું છે. કમલ શર્માએ કહ્યું હતું કે અમારી પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે. આ પ્રકારની કાર્યવાહી પાર્ટીમાં સહન કરવામાં નહી આવે. જો તે પાર્ટીનો સભ્ય છે તો તેના વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
