For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી MCD ઈલેક્શન માટે બીજેપીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી સાથે સાથે દિલ્હી MCD પણ યોજાઈ રહી છે. બે રાજ્યો સાથે હવે દિલ્હીમાં પણ પ્રચાર ચરમ પર છે. આ તમામ ઘટનાનો વચ્ચે બીજેપીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી સાથે સાથે દિલ્હી MCD પણ યોજાઈ રહી છે. બે રાજ્યો સાથે હવે દિલ્હીમાં પણ પ્રચાર ચરમ પર છે. આ તમામ ઘટનાનો વચ્ચે બીજેપીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. બીજેપીએ આ યાદીમાં બીજેપીના 40 મોટા નેતાઓના નામની જાહેરાત કરી છે.

mcd election

બીજેપીએ જાહેર કરેલી યાદી પર નજર કરીએ તો, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, આદેશ ગુપ્તા, ડૉ. હર્ષ વર્જન, મનોજ તિવારી, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના નેતાઓ બીજેપી તરફથી મેદાન સંભાળશે.

આ ચૂંટણીમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, છેલ્લા 15 વર્ષથી MCD પર ભાજપનો કબજો છે. જ્યારે બીજેપી ફરી એકવાર MCDમાં ભગવો લહેરાવાનો દાવો કરી રહી છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ભાજપને હરાવવાનો દાવો કર્યો છે.

ચૂંટણી પ્રકિયાની વાત કરીએ તો, 2 હજારથી વધુ ઉમેદવારીપત્રો ભરાયા હતા. હવે ચકાસણી બાદ 1100 થી વધુ નામાંકન પત્રો રદ્દ થયા છે. MSD ચૂંટણીને લઈને જાહેર કરાયેલા આંકડા અનુસાર, કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા 250 થી નીચે આવી ગઈ છે. એમસીડીના 250 વોર્ડ પર યોજાનારી ચૂંટણી માટે કુલ 2,021 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ સાથે MCDમાં મહિલાઓ માટે 125 બેઠકો આરક્ષિત છે. MCDના 250 વોર્ડમાં યોજાનારી ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 7 ડિસેમ્બરે આવશે.

English summary
BJP announced list of star campaigners for Delhi MCD election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X