ભાજપે રદ કર્યું સાબિર અલીનું સભ્યપદ, નકવીને આપી સલાહ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 માર્ચ: ભારતીય જનતા પાર્ટીએ શનિવારે સાબિર અલીની સદસ્યતા રદ કરી દિધી છે. સાથે જ પાર્ટીએ મુખ્તાર અબ્બાસ નકવી સાથે નારાજગી વ્યક્ત કરી હતી અને સલાહ આપી હતી કે પદાધિકારી તથા કાર્યકર્તા પોતાની વાત પાર્ટી ફોરમ પર રજૂ કરે નહી કે સાર્વજનિક રીતે.

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે આખા પ્રકરણ પર વિચાર કર્યા બાદ સાબિર અલીનું સભ્ય પદ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે અધ્યક્ષે પાર્ટી કાર્યકર્તા તથા પદાધિકારીઓને પોતાની પાર્ટી પાર્ટી ફોરમમાં રાખવાનો આગ્રહ કર્યો હતો.

આ પહેલાં સાબિર અલીને બિહારના ભાજપ પ્રભારીને ચિઠ્ઠીને લખી. બિહારના ભાજપ પ્રભારી ધમેન્દ્ર પ્રધાનને લખેલા પત્રમાં સાબિર અલીએ કહ્યું હતું કે ભાજપમાં તેમના નામ પર જ્યાં સુધી એકમત ન બની જાય ત્યાં સુધી તેમની પાર્ટીનું સભ્યપદ સ્થગિત રાખવામાં આવે. ધમેન્દ્ર પ્રધાન બિહાર ભાજપના પ્રભારી છે. જેડીયૂમાંથી હાંકી કાઢવામાં આવેલા સાબિર અલીને શુક્રવારે ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. સાબિર અલીના ભાજપમાં જોડાવવાથી પાર્ટીના કેટલાક નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

sabir-ali

બિહારમાં સત્તાધારી જેડીયૂમાંથી હાંકી કાઢવામાં આવેલા સાબિર અલીના શુક્રવારે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યા બાદ તરત જ અબ્બાસ નકવીએ ટ્વિટ કરી કહ્યું હતું કે આતંકવાદી ભટકલનો મિત્ર હવે ભાજપમાં સામેલ થઇ ગયો છે. ટૂંક સમયમાં દાઉદ ઇબ્રાહિમને પણ સામેલ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંધે પણ સાબિર અલીને ભાજપમાં જોડાવવા બદલ વાંધો ઉઠાવ્યો હતો.

English summary
Amid growing dissidence over Sabir Ali's induction into its ranks, the BJP on Saturday cancelled the membership of the expelled JD(U) leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X