For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: કોંગ્રેસની મહારેલી સામે ભાજપનો કાળો દિવસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bjp-flag
નવી દિલ્હી, 4 નવેમ્બર: સતત ભષ્ટ્રાચારના આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસ આજે મહારેલી યોજી રહી છે જેમાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં છે તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં ભાજપ આજે કાળો દિવસ મનાવી રહી છે.

ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ ગમે તે કરે પ્રજા તેને જાણી ગઇ છે માટે હવે તેના સત્તાના દિવસો પુરા થઇ ગયા છે. કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત વડાપ્રધાન મનમોહન પણ ઉપસ્થિત રહ્યાં છે.

રાજકીય વિશ્લેષકો મત મુજબ જો આ રેલી મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે તો દિલ્હીની દિક્ષિત સરકાર અને કોંગ્રેસ માટે આ રેલી મદદગાર સાબિત થશે કારણ કે આ રેલી દ્રારા ખબર પડી જશે કે કોંગ્રેસ હજુ સુધી પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે કે નહી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચુપ બેસેલા સોનિયા-રાહુલ આ રેલીના માધ્યમથી વિરોધીને જવાબ આપશે.

તો બીજી તરફ ભાજપનું કહેવું છે કે તેના વિરોધથી કોંગ્રેસ ડરી ગઇ છે માટે તે આજે રેલી યોજી રહી છે. જોઇએ વિરોધીઓનો કાળો દિવસ અને સરકારની મહારેલી બેમાંથી કોની અસર દેશની પ્રજા પર પડે છે કારણ આજની રેલીની અસર દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પર વર્તાશે.

English summary
BJP's 'Black Day' parallel to Congress rally in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X