For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, છત્તીસગઢ-એમપીના ઉમેદવારોની યાદીની ઘોષણા થઈ શકે

છત્તીસગઢ-એમપી ચૂંટણીને પગલે ભાજપ CECની બેઠક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શનિવારે યોજાનાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશના ઉમેદવારોના નામો પર પણ અંતિમ મોહર લાગી શકે છે. ટિકિટોના સિલસિલામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છત્તીસગઢના સીએમ રમણ સિંહ અને મહાસચિવ સરોજ પાંડેય સાથે પોતાના ઘરે મુલાકાત કરી જ્યારે મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ દિલ્હી પહોંચી રહ્યા છે.

છત્તીસગઢ માટે નામોની ઘોષણા થઈ શકે

છત્તીસગઢ માટે નામોની ઘોષણા થઈ શકે

સૂત્રોનું કહેવું છે કે પાર્ટી અધ્યક્ષને ખ્યાલ છે કે છત્તીસગઢમાં ખરાખરીનો ખેલ છે. પાર્ટી પોતાની જીત નોંધાવવા માટેની સંભાવનાઓને વધુ મજબૂત કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. જો કે પાર્ટી રમણ સિંહ અને સરોજ પાંડે વચ્ચેના મતભેદોથી પણ અજાણ નથી. માટે પાર્ટી કોઈપણ પ્રકારના ખોટા સંદેશ જનતા વચ્ચે જવા દેવા માગતી નથી. પાર્ટી પૂરી તાકાતની સાથે ચૂંટણી લડવા પર જોર આપી રહી છે જેથી કરીને લોકો વચ્ચે સંદેશો મોકલી શકાય કે કોઈપણ પ્રકારનો મતભેદ નથી અને તમામ લોકો એકજુટ છે. જોકે પાર્ટી જીતના અંતરથી ચિંતિત જરૂર છે, જે 2013માં 0.7 ટકા રહ્યું હતું.

કેન્દ્રીય ચૂંટણી સમિતિ નામો પર મંથન કરશે

કેન્દ્રીય ચૂંટણી સમિતિ નામો પર મંથન કરશે

ઉમેદવારોની ઘોષણા થાય તે પહેલા ભાજપના નેતા અમિત શાહ સાથે અન્ય કેટલાક મામલાઓ પર પણ વાત કરી શકે છે. સૂત્રો મુજબ પહેલા વિધાનસભા સીટો માટે નામોની ઘોષણા કરવામાં આવશે કેમ કે નામાંકનની આખરી તારીખ 23 ઓક્ટોબર છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી રહ્યા છે. આ બેઠક સાંજે 5 વાગ્યે શરૂ થશે.

શિવરાજ પણ બેઠકમાં સામેલ થશે

શિવરાજ પણ બેઠકમાં સામેલ થશે

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ રાજ્યોના ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવશે, પરંતુ છત્તીસગઢના નામોની ઘોષણા આજે થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે જે નામોને લઈને કોઈ વિવાદ નથી તેમની ઘોષણા પહેલા થઈ શકે છે. આ બેઠકમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત અ્ય 12 સભ્યો પણ હાજર રહેશે. આ બેઠકમાં રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નિતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, થાવરચંદ ગેહલોત, અનંત કુમાર, રામલાલ, શાહનવાજ હુસૈન, જેપી નડ્ડા, જુઆલ ઓરામ, વિજયા રાહત્કર પણ હાજર રહેશે.

60 લોકોને મોતન ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?60 લોકોને મોતન ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?

English summary
bjp cec meeting shivraj singh singh and chhattisgarh bjp leaders reaching delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X