મોદીની પસંદગીથી યુપીએ-3નો માર્ગ મોકળો બન્યો: કોંગ્રેસ

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર : નરેન્દ્ર મોદી પર પ્રધાનમંત્રી બનવા માટે ખૂબ જ ઉતાવળા હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસે જણાવ્યું કે આ દિવાસ્વપ્ન બની રહેશે તથા ભાગલા પાડનાર નેતાની પસંદગી કરવાથી યુપીએને ત્રીજીવાર સત્તામાં આવવામાં મદદ મળશે.

પાર્ટી નેતાઓનું એ પણ કહેવું છે કે ભાજપાએ મોદીના નામની જાહેરાત કરી 'રાજનૈતિક આત્મઘાત' કર્યો છે, કારણ કે આ પહેલા દેશના લોકોને અટલ બિહારી વાજપેઇ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓને રદ કરી દીધા હતા. મોદીની 'હું, મને, મારું'વાળી કાર્યશૈલીની ટીકા કરતા કોંગ્રેસ નેતાઓએ યાદ અપાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તમામને સાથે લઇને ચાલે છે તથા કોઇ પણ વર્ગને તકલીફ આપ્યા વગર જવાબદારીઓ સોંપે છે.

મોદીની આકાંક્ષાને દિવાસ્વપ્ન ગણાવતા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે 'આનાથી માલુમ પડે છે કે તેઓ ભ્રમિત છે અને પીએમ બનવા માટે ઉતાવળા છે.' તેમણે જણાવ્યું કે 'નરેન્દ્ર મોદી પીએમ બનવાના ખોટા સપના સેવી રહ્યા છે. તેઓ નકલી લાલ કિલ્લાથી પોતાનું ભાષણ આપશે. મોદી વાસ્તવિક સંસદથી સંબોધન નહીં કરી શકે તેઓ પ્રધાનમંત્રી બને એવું દેશનું દુર્ભાગ્ય પણ નથી.'

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે જણાવ્યું કે જો મોદી કોઇ સમસ્યા બને છે તો તે ભાજપ માટે બનશે કોંગ્રેસ માટે નહીં.

પાર્ટી નેતા મણિશંકર અય્યરે જણાવ્યું કે ભાજપાએ મોદી જેવા 'ભાગલા પાડનાર વ્યક્તિ'ને રજૂ કરવાનો નિર્ણય લીધો છે જે યુપીએ-3ના ગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. અય્યરે જણાવ્યું કે 'તેઓ એટલા વહેંચનારા નેતા છે કે તેમની પાર્ટીના નેતાઓ પણ તેમની પસંદગીથી નારાજ છે. આખા રાષ્ટ્રમાં તેમણે સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ તાકાતનું ધ્રુવીકરણ કરી દીધું છે. પરંતુ ભાજપા રાજનૈતિક આત્મઘાત કરવા માગતી હોય તો એમાં વાંધો ઉઠાવનાર અમે કોણ'

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે વિભિન્ન વરિષ્ઠ નેતાઓના વિરોધ છતા આરએસએસના નિર્દેશ પર ભાજપાએ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા.

કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે જણાવ્યું કે 'દેશના લોકો વાજપેઇને છ વર્ષ બાદ રદ કરી દીધા હતા. અડવાણીને પણ ભાજપા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ દેશના લોકોએ તેમણે પણ રદ કરી દીધા અને તેમને ઘરે બેસાડી દીધા. મોદીના નામ પર સૌથી વધારે વિરોધ ભાજપામાં થયો. દેશ જોશે કે 2014માં તેમનું શું થાય છે.'

મોદીએ હરિયાણામાં કરેલા પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહારનો જવાબ આપતા શકીલ અહેમદે જણાવ્યું કે 'મોદીએ ગુજરાત માટે હરિયાણા પાસે શીખવાની જરૂર છે, કારણ કે તે ઘણી બાબતોમાં તેનાથી પાછળ છે. કારગીલમાં 600થી વધારે આપણા સૈનિકો માર્યા ગયા હતા. એ તેમની(ભાજપની) સરકારમાં. અહમદે એવું પણ જણાવ્યું કે બીજેપીના શાસનમાં ગુજરાત પ્રતિવ્યક્તિ આવકના મામલે દસમાં સ્થાને છે. શિક્ષણના મામલે 14માં નંબરે છે, સ્વાસ્થ્યના મામલે 17માં નંબરે છે. બીજેપીનું આટલા વર્ષોથી ગુજરાતમાં શાસન કરે છે તો મારા ખ્યાલથી મોદી હરિયાણા પાસે શીખવા ગયા હશે.'

જ્યારે લાલુ પ્રસાદ યાદવે આ અંગે જણાવ્યું કે મોદી અને બીજેપી માત્ર મુખોટા છે અસલી ચહેરો તો આરએસએસનો છે. આ લોકો આખા દેશમાં રમખાણો કરાવવા માગે છે.

રાજીવ શુક્લાએ જણાવ્યું કે મોદી શું કહેવા માગે છે? શું સાબિત કરવા માગે છે, આપણે યુદ્ધ છેડવું જોઇએ કે પાકિસ્તાનનું ભલુ કરવા માગે છે? ચીનનું ભલુ કરવા માગે છે. માત્ર હવામાં ગોળ ગોળ વાતો કરે છે.

આનંદ શર્મા

આનંદ શર્મા

મોદીની આકાંક્ષાને દિવાસ્વપ્ન ગણાવતા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે 'આનાથી માલુમ પડે છે કે તેઓ ભ્રમિત છે અને પીએમ બનવા માટે ઉતાવળા છે.' તેમણે જણાવ્યું કે 'નરેન્દ્ર મોદી પીએમ બનવાના ખોટા સપના સેવી રહ્યા છે. તેઓ નકલી લાલ કિલ્લાથી પોતાનું ભાષણ આપશે. મોદી વાસ્તવિક સંસદથી સંબોધન નહીં કરી શકે તેઓ પ્રધાનમંત્રી બને એવું દેશનું દુર્ભાગ્ય પણ નથી.'

દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે જણાવ્યું કે જો મોદી કોઇ સમસ્યા બને છે તો તે ભાજપ માટે બનશે કોંગ્રેસ માટે નહીં.

મણિશંકર અય્યર

મણિશંકર અય્યર

મણિશંકર અય્યરે જણાવ્યું કે ભાજપાએ મોદી જેવા 'ભાગલા પાડનાર વ્યક્તિ'ને રજૂ કરવાનો નિર્ણય લીધો છે જે યુપીએ-3ના ગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. અય્યરે જણાવ્યું કે 'તેઓ એટલા વહેંચનારા નેતા છે કે તેમની પાર્ટીના નેતાઓ પણ તેમની પસંદગીથી નારાજ છે. આખા રાષ્ટ્રમાં તેમણે સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ તાકાતનું ધ્રુવીકરણ કરી દીધું છે. પરંતુ ભાજપા રાજનૈતિક આત્મઘાત કરવા માગતી હોય તો એમાં વાંધો ઉઠાવનાર અમે કોણ'

રાશિદ અલ્વી

રાશિદ અલ્વી

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે વિભિન્ન વરિષ્ઠ નેતાઓના વિરોધ છતા આરએસએસના નિર્દેશ પર ભાજપાએ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા.

શકીલ અહમદ

શકીલ અહમદ

કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે જણાવ્યું કે 'દેશના લોકો વાજપેઇને છ વર્ષ બાદ રદ કરી દીધા હતા. અડવાણીને પણ ભાજપા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ દેશના લોકોએ તેમણે પણ રદ કરી દીધા અને તેમને ઘરે બેસાડી દીધા. મોદીના નામ પર સૌથી વધારે વિરોધ ભાજપામાં થયો. દેશ જોશે કે 2014માં તેમનું શું થાય છે.'મોદીએ હરિયાણામાં કરેલા પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહારનો જવાબ આપતા શકીલ અહેમદે જણાવ્યું કે 'મોદીએ ગુજરાત માટે હરિયાણા પાસે શીખવાની જરૂર છે, કારણ કે તે ઘણી બાબતોમાં તેનાથી પાછળ છે. કારગીલમાં 600થી વધારે આપણા સૈનિકો માર્યા ગયા હતા. એ તેમની(ભાજપની) સરકારમાં. અહમદે એવું પણ જણાવ્યું કે બીજેપીના શાસનમાં ગુજરાત પ્રતિવ્યક્તિ આવકના મામલે દસમાં સ્થાને છે. શિક્ષણના મામલે 14માં નંબરે છે, સ્વાસ્થ્યના મામલે 17માં નંબરે છે. બીજેપીનું આટલા વર્ષોથી ગુજરાતમાં શાસન કરે છે તો મારા ખ્યાલથી મોદી હરિયાણા પાસે શીખવા ગયા હશે.'

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ

જ્યારે લાલુ પ્રસાદ યાદવે આ અંગે જણાવ્યું કે મોદી અને બીજેપી માત્ર મુખોટા છે અસલી ચહેરો તો આરએસએસનો છે. આ લોકો આખા દેશમાં રમખાણો કરાવવા માગે છે.

રાજીવ શુક્લા

રાજીવ શુક્લા

રાજીવ શુક્લાએ જણાવ્યું કે મોદી શું કહેવા માગે છે? શું સાબિત કરવા માગે છે, આપણે યુદ્ધ છેડવું જોઇએ કે પાકિસ્તાનનું ભલુ કરવા માગે છે? ચીનનું ભલુ કરવા માગે છે. માત્ર હવામાં ગોળ ગોળ વાતો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X