મોદી પહોંચ્યા દિલ્હી, આજે જાહેર થશે ભાજપની પહેલી યાદી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરવામાં આવશે. જે સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. આ સાથે જ રામ વિલાસ પાસવાન પણ ભાજપ સાથે ગઠબંધન કરે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને જે સબબ તેઓ આજે મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે.

narendra-modi-rally
પાર્ટીના ટોચના નેતૃત્વ તરફથી ગુરુવારે પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગે વિચાર વિમર્શ કરવામાં આવે તેવી શક્યતા છે. વરિષ્ઠ પાર્ટી નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી સહિત અન્ય નેતા ગુરુવારે દિલ્હી ખાતે પાર્ટીના ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાર્ટી પશ્ચિમ બંગાળ, કેરળ તથા આંધ્ર પ્રદેશની કેટલિક બેઠકો સાતે નાના રાજ્યોની બેઠકો અંગે અંતિમ નિર્ણય લેવા અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યો માટે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યાં પાર્ટીની સ્થિતિ મજબૂત નથી. તેમણે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ મોટા અને પડકારપૂર્ણ રાજ્યોમાં ઉમેદવારો અંગે ચર્ચા માર્ચના પ્રથમ સપ્તાહમાં થવાની બેઠકમાં કરવામાં આવશે.

English summary
The BJP is likely to come out with its first list of Lok Sabha candidates on Thursday when the party's top leadership discusses its candidates at a meeting of its Central Election Committee.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.