• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપા કરશે રાહુલની ચૂંટણીપંચને ફરિયાદ, જાણો કોણે શું કહ્યું!

|

નવી દિલ્હી, 25 ઓક્ટોબર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને મુઝફ્ફરનગર રમખાણના પીડિત યુવકો પર કરવામાં આવેલા નિવેદન પર હોબાળો મચી ગયો છે. ભાજપા આને લઇને રાહુલ અને કોંગ્રેસ પર હુમલો ચાલુ કરી દીધો છે. ભાજપા આની ફરિયાદ ચૂંટણીપંચ સમક્ષ કરશે.

ભાજપાએ આના માટે પંચ પાસે સમયની માંગ કરી છે, અને તેમનું એક પ્રતિનિમંડળ પંચને મળવા માટે જશે. ભાજપનાનો સવાલ છે કે રાહુલ કયા આધાર પર ભાજપા પર મુઝફ્ફરનગર રમખાણો ભડકાવવાનો આરોપ લગાવી રહી છે.

ભાજપાએ એ પણ સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધીને કઇ હેસિયતે ગુપ્ત માહિતી આપવામાં આવી. બીજી બાજું કોંગ્રેસ રાહુલના પડખે દેખાઇ રહી છે. જોકે સમાજવાદી પાર્ટી પણ રાહુલની સાથે નથી, જ્યારે બાબા રામદેવે પણ રાહુલ બાબાની જોરદાર ટિખળ કરી.

રાહુલ ગાંધીના નિવેદન પર કોણે શું કહ્યું જાણો-

મુક્તાર અબ્બાસ નકવી, બીજેપી નેતા

મુક્તાર અબ્બાસ નકવી, બીજેપી નેતા

પ્રથમ નવ વર્ષોમાં તેમણે મુસલમાનોની દાઢી પર મેડ ઇન અલકાયદાની મહોર લગાવી. હવે તો મમ્મી-પાપા દાદી-દાદાથી ઉપર આવો. આ પ્રકારની સાંપ્રદાયિક સનસનાટી ફેલાવીને આપ મતોનું રાજકારણ કરવાની કોશિશ કરી રહ્યા છો. રાહુલ ગાંધી તો સુપર યુવરાજ છે. જો તેઓ કહે છે કે ગુપ્તચર એજન્સીઓ તેમને એવું જણાવે છે તો શું તેમણે આ વાતની ચર્ચા વડાપ્રધાન સાથે કરી છે. આપ શું કહેવા માગો છો કે આઇએસઆઇ અત્રે કાયદાકીય રીતે કામ કરી રહી છે.

સત્યવ્રત ચતુર્વેદી, કોંગ્રેસ નેતા

સત્યવ્રત ચતુર્વેદી, કોંગ્રેસ નેતા

જો રાજનૈતિક, ફાયદા માટે સાંપ્રદાયિકતાનો ઉપયોગ થાય છે તો બાહરી શક્તિઓને તક મળી જાય છે. રાહુલજીનો કહેવાનો માત્ર આ જ અર્થ હતો.

દિગ્વિજય સિંહ, કોંગ્રેસ નેતા

દિગ્વિજય સિંહ, કોંગ્રેસ નેતા

રાહુલ ગાંધીનું ભાષણ એ લોકો પર હતું જેમના વિચારના કારણે મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા કરાઇ.

બાબા રામદેવ, યોગગુરુ

બાબા રામદેવ, યોગગુરુ

રાહુલ ગાંધી સિક્રેટ માહિતીઓનો ખુલાસો કરી રહ્યા છે, જેથી કરીને નબળા ભાષણોને બળ મળી શકે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

નરેશ અગ્રવાલ, સમાજવાદી પાર્ટી

નરેશ અગ્રવાલ, સમાજવાદી પાર્ટી

જો રાહુલજી ડિટેલ્સમાં માહિતી આપે તો સરકાર તપસા કરશે. પરંતુ જો રાજકીય નિવેદન હશે તો તે યોગ્ય નથી.

સાબિર અલી, જેડીયૂ નેતા

સાબિર અલી, જેડીયૂ નેતા

સરકાર તેમની છે, એજન્સીઓ તેમને ખબર આપે છે. આ પ્રકારની વાતો ઇલેક્શન દરમિયાન કરી યોગ્ય નથી. જ્યાં પરિસ્થિતિઓ એટલી તંગ હોય ત્યારે આ પ્રકારના નિવેદન કરવાથી બચવું જોઇએ.

કમાલ ફારુકી, સપા નેતા

કમાલ ફારુકી, સપા નેતા

આ પબ્લિક ડોમેનમાં ના આવવું જોઇએ. મારો વિશ્વાસ છે કે મુસલમાન આ પહેલા પણ ખતરનાખ માહોલમાંથી પસાર થઇ ચૂક્યા છે. પરંતુ તેમણે આ દેશને પોતાનો દેશ માન્યો છે. આ દેશને આતંકવાદથી વધારે ખતરો સાંપ્રદાયિકતાથી છે. ભાજપાએ આખા વિવાદ પર એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. અમે આ નફરતની રાજનીતિને નકારીએ છીએ. રાહુલજીના આ નિવેદનથી કોઇ ફાયદો નહીં થાય, મુસલમાનોને નુકસાન જ થશે.

English summary
Bharatiya Janta party will complaint against Rahul Gandhi to election commission.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more