• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશના વડાપ્રધાન સરદાર છે, પરંતુ અસરદાર નથી: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદીની રેલી શરૂ થતાં પહેલાં રાજધાનીમાં પોસ્ટર વૉર જોવા મળ્યું છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રોહિણીના જાપાનીઝ પાર્ક સુધી જનાર માર્ગો પર નરેન્દ્ર મોદી વિરોધી અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોસ્ટર જોવા મળ્યા છે. વિરોધીઓએ લખ્યું છે આયા આયા 'ફેકૂં' આયા અને 'ફેંકૂ' રામનું દિલ્હીમાં સ્વાગત છે.' તો બીજી તરફ નરેન્દ્ર મોદીના સમર્થનમાં લગાવવામાં આવેલા પોસ્ટરોમાં મોદીની તુલના સિંહ સાથે કરવામાં આવી છે.

સાચું કહીએ તો દિલ્હીમાં નરેન્દ્ર મોદીની આ રેલી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આ રેલી ફક્ત લોકસભાની ચૂંટણી પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને પછાડવાનો પ્રયત્ન છે. હકિકતમાં નરેન્દ્ર મોદી ભાજપને બંને ચૂંટણીમાં વોટ મળે તે માટે આવી રહ્યાં છે. રેલીમાં નરેન્દ્ર મોદીના આવતાં પહેલાં વરિષ્ઠ નેતા ડૉ. હર્ષવર્ધને ભાષણ આપ્યું જેમાં મૂળભૂત સુવિધાઓના મુદ્દે શીલા દિક્ષિત સરકાર પર આકરા પ્રકારો કર્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચતાની સાથે શ્રોતાઓના ચહેરા પર રોનક આવી ગયું.

નરેન્દ્ર મોદી લાઇવ સ્પીચ

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાતાની જય. જે લોકોએ ભારત સમક્ષ નવો ઇતિહાસ રચ્યો છે, હું તે પ્રજાનો આભાર વ્યક્ત કરું છું, હું વરૂણ દેવતાનો આભાર માનું છું. જેની કૃપા આજે આપણા ઉપર છે. પરમાત્માને પ્રણામ કરું છું. દિલ્હી તે જગ્યાએ છે, જે એક મા ની સરકાર છે, એક પુત્રની સરકાર છે. નવી દિલ્હીમાં તો ઘણી બધી સરકારો છે. મા ની, પુત્રની, જમાઇની સરકાર.

દેશના વડાપ્રધાન દિલ્હીમાં છે, તે સરદાર છે. પરંતુ તે અસરદાર નથી. એકવાત નિશ્વિત છે કે ગઠબંધનની સરકાર બને છે. અંક ગણિતના હિસાબે, પરંતુ ગઠબંધનની સરકાર ચાલે છે, કેમિસ્ટ્રીના હિસાબે. અંક ગણિત સરકાર બનાવવા કામ આવે છે, પરંતુ કેમિસ્ટ્રી મેચ ન થાય તો સરકાર ચાલી ન શકે. એક ઓર્ગેનિક એનટીટી બનતી નથી. સ્વાસ્થવથ થયેલા લોકોનું જમઘટ થાય છે. આજે જે દિલ્હીમાં પૂપીએ ગઠબંધન સરકાર પાસે-પાસે છે, પરંતુ સાથે-સાથે નથી.

શીલા પાસે રિબન કાપવા સિવાય કોઇ કામ નથી
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષીત સૌથી સુખી મુખ્યંમંત્રી છે, તેમને એનિમલ હસ્બેંડ્રી, માછીમારો, ખેડૂતો સાથે કોઇ લેવા દેવા નથી. કાનૂન વ્યવસ્થાને ખરાબ તો કેન્દ્રને જવાબદાર ગણાવી દે છે. તેમની પાસે રિબિન કાપવા સિવાય કોઇ કામ નથી. જ્યારે નિર્ભયા બેટીનો બળાત્કાર થાય છે, તો કહે છે કે હું પણ એક મા છું, મને પણ પીડા થાય છે. પછી તે કહે છે, હું મા હોવાના કારણે સલાહ આપું છું કે પુત્રીઓ જલદી ઘરે પરત ફરે.

આ તો દરેક પરિવારમાં માત, પિતા, ભાઇ બહેન બધા કહે છે, તમે તો મુખ્યમંત્રી છો, તમારી જવાબદારી ક્યાં છે. દિલ્હીમાં મુખ્યમંત્રીને કોઇ મુશ્કેલી નથી. કોઇ કામનો હિસાબ આપવો પડતો નથી, કોઇ જવાબદેહી નહી. આ તો દોષ ઉપર આપો, કે પછી નીચે આપો.

કોમનવેલ્થ દ્રારા દેશની ઇજ્જત લૂંટી
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચાર થયો, તો મેડમે બધો દોષનો ટોપલો કમિટી પર ઢોળી દિધો. સાચું કહીએ તો કોમનવેલ્થ ગોટાળો કરાવીને દિલ્હી સરકારે દેશની ઇજ્જત લૂંટી લીધી છે. આ લૂંટ ફક્ત તિજોરી પર કરવામાં નથી આવી, પરંતુ આગામી 20 વર્ષોમાં મળનારા અવસરો પર તાળું લગાવી દિધું છે. કોરિયા, ચીન જેવા દેશોએ ઓલંમ્પિક કરાવીને પોતાના દેશનું બ્રાંડીંગ કર્યું અને નકશો બદલી દિધો.

ભાઇઓ દિવસે ને દિવસે આ દેશની સુપ્રીમ કોર્ટ સરકાર વિરૂદ્ધ કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ આ એવી આદત થઇ ગઇ છે, દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓને, કોંગ્રેસને, સાથી દળોને ભ્રષ્ટાચારની આદત પડી ગઇ છે, જેમ એક દારૂડિયાને દારૂની લત લાગી જાય છે. ગમે તેટલું કહો, બંધ કરવા માટે તૈયાર થશે નહી. એક વાર દારૂડિયો સવારે દારૂની બોટલ ખોલીને બેસી ગયો, સમાચાર પત્ર વાંચી રહ્યો હતો, યોગાનુયોગ સમાચાર પત્રમાં દારૂ પીવાથી થનાર નુકશાન અંગે આર્ટિકલ છપાયો હતો. પત્નીએ કહ્યું વાંચે અને હવે બંધ કરી દો. જુઓ સમાચારપત્રમાં શું લખ્યું છે. દારૂ પીવાથી નુકસાન થાય છે. દારૂડિયાએ બીજા દિવસે સમાચાર પત્ર બંધ કરાવી દિધું. પત્ની કહ્યું આ શું કર્યું, તો તે બોલ્યો તે કહ્યું હતું કે નુકશાનકારક છે. આ હાલત દિલ્હીમાં બેઠેલી સરકારની છે. જે કામમાં ભ્રષ્ટાચાર સામે આવે છે, તે કામ બંધ કરી દે છે.

મોદીની આપવિતી

હું નાનો હતો, ટ્રેનમાં મુસાફરી રહ્યો હતો. એસી-બેસી તો નસીબમાં ન હતું, રિજર્વેશન શું એ જાણતા ન હતા. તો એક સજ્જને ટીટીને કહ્યું કે આ એક સમાજસેવી છે, તેમને બર્થ આપી દો. તેને કહ્યું આબુથી મળી જશે. મેં ટીટીને પૂછ્યું ભાઇ બર્થ આપી દો, તો તેને કહ્યું મને પૈસા લેવાની આદત પડી ગઇ છે, આબૂથી મારી ડ્યૂટી પૂરી થઇ જશે, ત્યારે જે ટીટી આવશે. તેની પાસેથી લઇ લેજો. આવી જ સ્થિતી યૂપીએ સરકારની છે.

અટલજીની સરકારનું કોઇ કામ જોશો, દરેક કામમાં ઉંચાઇઓએ પહોંચવાનો પ્રયત્ન કર્યા. આજે સરકાર ફક્ત ગાંધી ભક્તિમાં ડૂબેલી છે. આ ગાંધી છાપ નોટોને ટનોમાં ઉઠાવીને લઇ જઇ રહી છે, આ તેમની ભક્તિ છે. લાખો કરોડોમાં આ રકમ આવે છે કે જનપથ જતાં પણ શૂન્ય લગાવતાં જાય પૂરી નહી જાય. નવી ગાંધી ભક્તિમાં યૂપીએ ડુબેલું છું.

ભાઇઓ બહેનો દેશ આઝાદ થયો, આપણને સુશાસન મળ્યું. આટલા વર્ષો થઇ ગયા, પરંતુ આ દેશ સુરાજ્ય માટે તરસી રહ્યો છે. ચારે તરફ ગુડ-ગવર્નેંન્સ માટે તરસી રહ્યો છે. સુશાસન, સુરાજ્ય એવા રાજ્યમાર્ગ છે. જે આપણને સમસ્યાઓથી મુક્ત કરી શકે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને કુશાસનની ટેવ પડી ગઇ છે, આ ડાયાબિટીસ જેવું છે. કોંગ્રેસ દેશ માટે ડાયાબિટીસ જેવી બિમારી છે, જે એકવાર લાગી જાય તો જીવન છોડતી નથી. આ શરીરને ખોખલું કરી દે છે.

તમારું ભવિષ્ય કોના હાથમાં સલામત છે?
ભાઇઓ-બહેનો, તમે અત્યાર સુધી રોજગાર માટે આમતેમ ભટકતા રહેશો, તમે ક્યારે સન્માનથી જીવી શકશો, આપણા દેશના યુવાનોનું ભવિષ્ય કોના હાથમાં સલામત છે. યુવાનો મહેનત માટે તૈયાર છે, પરંતુ યૂપીએ સરકાર રોજગાર આપી શકતી નથી. એનડીએ સરકાર દરમિયાન ભારતમાં રોજગાર આપવાની ટકાવારી 42 ટકા હતી, આજે ઘટીને 38 ટકા થઇ ગઇ છે. અટલજીએ છ વર્ષોમાં 6 કરોડ લોકોને રોજગારી આપી હતી. યૂપીએ સરકારે ફક્ત 27 લાખ લોકોને રોજગારી આપી. શું કોંગ્રેસના હાથોમાં દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત છે? તમારા ભવિષ્ય માટે કોંગ્રેસને ઉખાડી ફેંકવાનો સંકલ્પ કરો.

કેન્દ્ર સરકારનો રિપોર્ટ કાર્ડ
કેન્દ્ર સરકાર હંમેશા રાજ્ય સરકારોના કાર્યોના બળ પીઠ થાબડી લે છે, પરંતુ તે મંત્રાલયોની વાત કરે, જે ફક્ત કેન્દ્રના આધિન છે. રેલવે-ચીનના 50 હજાર કિલોમીટર લાઇનો પાથરી દિધી. ભારતે માત્ર 3 હજાર કિલોમીટર, નેશનલ હાઇવે-એનડીએના રાજમાં 24 હજાર કિલોમીટર લાંબા માર્ગોનું નિર્માણ થયું, કોંગ્રેસના 9 વર્ષોમાં માત્ર 16 હજાર કિલોમીટર લાંબા માર્ગો બનાવ્યા. વિમાનન વિભાગની સ્થિતી પહેલાંથી નબળી છે. સતત નુકશાનમાં જાય છે.

એક મહત્વપૂર્ણ વાત
આપણા વડાપ્રધાન અમેરિકામાં છે, તે ઓબામાની સામે બેસ્યા હતા, ઓબામાને મળ્યા, અને કહ્યું 125 કરોડ જનતાના વડાપ્રધાન હજારો સંસ્કૃતિઓની વિરાસત ધરાવનાર દેશ વડાપ્રધાન કગરતાં કગરતાં કહે છે, ''ઓબામા જી, હું ગરીબ દેશનો વડાપ્રધાન છું, મારો દેશ ગરીબ છે...'' પીએમ સાહેબ તમે ઓબામા સમક્ષ એ જ કર્યું, જે ભારતના ફિલ્મમેકર દેશની ગરીબીને દુનિયામાં વહેંચીને એવોર્ડ લઇ જાય છે. તમેપણ તે દિશામાં ચાલવા લાગ્યા. જો તમે ઓબામાની સમક્ષ શાનથી ઉભા રહીને કહેતાં કે મારો દેશ એ છે કે જ્યાં 65 ટકા યુવાનો છે. શરમ આવવી જોઇએ તમને.

હું પૂછવા માંગુ છું કે તમે જે ઓબામાને કહ્યું, શું તે સ્ટેટ ઓફ માઇન્ડ હતું. તમે કયા ગરીબની વાત કરો છે, શહેજાદાવાળી ગરીબીની કે ગળી મોહલ્લાવાળી ગરીબીની. વડાપ્રધાનજી તમે આજે પાકિસ્તાનના વડાપ્રધાનને મળવાના છે. નવાજ શરીફને મળી રહ્યાં છે. તે ગર્મજોશી સાથે તમને મળવા માંગે છે.

વડાપ્રધાનજી આ દેશને શક છે કે તમે નવાજ શરીફ સાથે શું વાત કરશો, તમે પાકના વડાપ્રધાન શું વાત કરશો. તે પહેલાં મારા દેશવાસીઓ. હું એક દિલને આધાત લાગે તેવી વાત કરવા માંગુ છું. તે ઇજા આખા ભારતને પહોંચે તે સ્વાભાવિક છે. તે એ છે કે ગઇકાલે પાકના વડાપ્રધાને હિન્દુસ્તાન-પાકિસ્તાનના પત્રકારોને નાસ્તા પર બોલાવ્યા હતા. અએન જ્યાં ભારતના પત્રકારો હાજર હતા, નવાજ શરીફની મિઠાઇ ખાઇ રહ્યાં હતા. તે સમયે નવાજ શરીફે કહ્યું ભારતના વડાપ્રધાન ગામડિયણ અને સ્ત્રી જેવા છે.

નવાજ શરીફને લલકાર્યા
ભારત તરફથી આપણે આપણા વડાપ્રધાન સાથે લડીશું, પરંતુ કહેવા માંગીશ, નવાજ શરીફ તમારી શું હેસિયત છે. તમે મારા દેશના વડાપ્રધાનને ગામડીયણ સ્ત્રી કહીને સંબોધિત કરી શકો. એમ કહો છો કો તે ગામડીયણ સ્ત્રીની જેમ ઓબામા પાસે જઇને મારી ફરિયાદ કરે છે. ભારતમાં 125 કરોડ એક છે. અમારા વડાપ્રધાનનું અપમાન આ દેશ સહન નહી કરી શકે.

હું તે પત્રકારોને પૂછવા માંગું છું કે જે નવાજ શરીફની મીઠાઇ ખાઇ રહ્યાં હતા તેમની પાસે અમારી અપેક્ષા હતી કે તે મિઠાઇ ઠોકર મારીને જતા રહે. તે પત્રકાર પણ દેશની જનતાને જવાબ આપે. દેશની ઇજ્જત હોય છે, દેશનું સ્વાભિમાન હોય છે. ભાઇઓ બહેનો હિન્દુસ્તાનની ધરતી પર આપણું રાજકારણ, વૈચારિક વિરોધ છે. દેશની બરબાદીની પીડા છે, અમે લડીશું ઘરમાં લડીશુ, પરંતુ દુનિયાના કોઇ દેશને મારા દેશ પર આંગળી ઉઠાવવાનો અધિકાર નથી.

નવાજ શરીફમાં એટલી હિંમત ક્યાંથી આવી, ઉંમરની ઇજ્જત તો કરવી હતી. આ હિંમત ક્યાંથી આવી એટલા માટે કારણ કે દેશના વડાપ્રધાનની પાર્ટીમાં તેમની ઇજ્જતને ધૂળમાં ખોળી દિધી છે. હું સીધી વાત કરું તો કોંગ્રેસના ઉપાધ્યક્ષે વડાપ્રધાનની પાઘડી ઉછાળી દિધી છે. કેટલું મોટું પાપ કર્યું. વડાપ્રધાનજી નઆજે તમે નવાજ શરીફને મળવાના છો. દેશને શક છે કે તમે નવાજ શરીફ સમક્ષ માથું ઉચું કરીને, છાતી તાણીને, ઉંચા અવાજે બોલી શકશો કે નહી. કારણ કે કેટલાક વર્ષોથી તમારી બોલવાની આદત જતી રહી છે.

દેશને શક છે કે તમે પાકિસ્તાનના સામે બેસીને પાક--ક્યૂપાઇડ કાશ્મીર દેશને ક્યારે મળશે, તેની તારીખ વિશે ચર્ચા કરી શકશો કે નહી, આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનની મદદ બંધ થશે કે નહી, તમે આના પર ચર્ચા કરી શકશો કે નહી, અમને શંકા છે. ભારતના જવાનોના માથા કપાયેલા માથા પાછા લાવી શકશે કે નહી. જો તમે તેમના કપાયેલા માથા પાછા લાવી શકશો તો દેશની જનતાઓ આત્મવિશ્વાસ વધી જશે.

પરિવારશાહી અને લોકશાહી વચ્ચે યુદ્ધ
ભાઇઓ-બહેનો પરિવારશાહી લોકશાહીને ચૂંથવા માટે તૈયાર છે, હવે દેશની જનતાને નિર્ણય કરવો જોઇએ કે દેશ સંવિધાન અનુસાર ચાલશે, કે પછી શહેજાદાની ઇચ્છા અનુસાર ચાલશે. દેશ લોકતંત્રની મર્યાદાઓ પર ચાલશે કે શહેજાદાની જિદ પર ચાલશે.

આ પરિવારશાહી, આ શહેજાદા, ના ફક્ત વડાપ્રધાનની પાઘડી ઉછાળી રહ્યાં છે, સંસદનું અપમાન કરી રહ્યાં છે, કેબિનેટ નામની વ્યવસ્થાનું અપમાન કરી રહ્યાં છે. હું યૂપીએના સાથી દિગ્ગજોને પૂછવા માંગું છું. જ્યારે પીએમ સાહેબ જી-20 સમિટથી પરત આવી રહ્યાં હતા તો આ જાહેર કરી દિધી કે તે કોઇના અંડરમાં કામ કરવા માટે તૈયાર છે. શહેજાદા તેમના બોસ છે. હું સહયોગી પક્ષોને પૂછવા માંગું છું કે સંવિધાન પર ચાલવા માંગો છો, કે પછી દેશના સંવિધાન અનુસાર ચાલશો કે પછી શહેજાદાની ઇચ્છા અનુસાર ચાલશો.

ડ્રીમ ટીમ જોઇએ
ચૂંટલી આવી ગઇ છે. 2014માં દેશનું ભવિષ્ય નક્કી થઇ ગયું છે. દેશને હવે ડર્ટી ટીમ નહી, ડ્રીમ ટીમ જોઇએ. દેશની આઝાદીના 75 વર્ષ થવાના છે. આપણે અમૃત મહોત્સવ ઉજવવો જોઇએ.

યૂપીએ સરકારની વિચારસણી અટકાઇ ગઇ છે. રેલવે બજેટમાં ફક્ત ભાડા સુધી સીમિત રહી જાય છે. સામાન્ય બજેટમાં આવક મર્યાદા, સેન્સેંક્સ સુધી સિમીત રહી જાય છે. પ્લાનિંગ કમીશનના દસ્તાવેજ જોઇ લો, તારીખ બદલાઇ છે, અંદરનો માલ તો એનો એજ રહે છે, જે પચાસ વર્ષોથી પીરસવામાં આવી રહ્યો છે. 65 ટકા વસ્તી 35થી ઓછી ઉંમરની છે. આપને સપનું જોઇએ કે દેશ અમૃત્સવ મનાવશે. ત્યારે ગરીબના ઘરોમાં બે ટાઇમ ચૂલો સળગશે, 75 વર્ષો મોટી ઉંમરના લોકો પરેશાન થશે. આપણે સપનું લઇએ. દરેક દેશવાસી એક સપનું જુએ તો સાચુ થતાં 125 કરોડ પગલાં આગળ વધશે આ દેશ.

મોદીએ કરી પોતાની વાત
મિત્રો આપ ભારતીય જનતા પાર્ટીની ઉદારતા જુઓ, જે માણસ રેલવેના ડબ્બામાં ચા વેચીને ગુજરાન ચલાવતો હતો, એવા ગરીબ પરીવારના એક બાળકને આપે અહીં બેસાડી દીધો છે. ભાઇઓ બહેનો મનથી હું ક્યારેય શાસક ન્હોતો, ના શાસક છું અને નહીં શાસક બનવાના સપના જોવું છું. હું સેવક હતો અને આજે પણ સેવક જ છું, કાલે પણ આપનો સેવક બનીને રહીશ. હું નાથ નહી દાસ છું.

દાસ બનીને આપની સેવા કરવાનું આપને વિશ્વાસ આપું છું. આજે આખો દેશ મને સાંભળી રહ્યો છે, હું કહેવા માગુ છું કે આપ ભાજ પર વિશ્વાસ રાખો, મારા ભૂતકાળને ફંફોસો, મારા કામ પર ભરોસો રાખો, મારા પાર્ટીના કામ પર વિશ્વાસ રાખો. હું વિશ્વાસ અપાવું છું, નહીં નરેન્દ્ર મોદી નહીં ભાજપા, અમે ક્યારેય આપનો વિશ્વાસ નહીં તૂટવા દઇએ. આપના સપના માટે જીવીશું, જરૂરત પડીતો આપના સપના માટે ખૂદને પણ ખપાવી દઇશું.

જેમ મારી પાર્ટીના સંસ્કાર છે, અટલજી, અડવાણી જી, કુશાભાઉ ઠાકરે જેવા લોકોએ અમારું લાલન પાલન કર્યું. તેમને આપેલા સંસ્કાર જ અમારા ચરિત્રમાં છે. સરકારનું પણ ચરિત્ર હોય છે. મારા માટે સરકાર જ એક ધર્મ છે, એક જ ધર્મ હોય છે, તે હોય છે નેશન ફર્સ્ટ ઇન્ડિયા ફર્સ્ટ. એક જ ધર્મગ્રથ હોય છે. તે છે ભારતનું સંવિધાન. એકજ ભક્તિ- ભારત ભક્તિ. એક જ શક્તિ-સવા સો કરોડની શક્તિ. એક નારો હોય છે સૌ નો સાથ, સૌ નો વિકાસ.

12: 05 PM Upadate

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર બરોબર 12:02 વાગે નરેન્દ્ર મોદી રેલી સ્થળે મંચ પર પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના આવતાંની સાથે જ એ આર રહેમાનનું પ્રસિદ્ધ ગીત વંદે માતરમ વાગવા લાગ્યું હતું. રેલીમાં ભાજપના નેતાઓની વાત કરીએ તો વિજય ગોયલ, નિતિન ગડકરી, ડૉ. હર્ષવર્ધન, નવજોત સિંહ સિંદ્ધૂ સહિત કેટલાક નેતાઓ ઉપસ્થિત છે.

નવજોત સિંહ સિદ્ધૂ
નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશને સોને કી ચિડિયા બનાવવા માંગે છે, જ્યારે મનમોહન દેશને સોનિયાની ચિડિયા બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. હવામાન બદલાઇ રહ્યું છે, દરેક વસ્તું બદલાઇ રહી છે, કોંગ્રેસ જઇ રહી છે અને ભાજપ આવી રહ્યું છે. અંધારું ઘણું રહ્યું હવે સૂરજ નિકળવો જોઇએ. ગમે તે કરીને હવામાન બદલાવવું જોઇએ, હવે સ્મશાન યાત્રા ધૂમધામથી નિકળવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે કોંગ્રેસ જોરદાર દારૂ પીધો છે અને સત્તાના નશામાં ચૂર છે. હવે તેને જવું જોઇએ.

40 દેશોના રાજદૂત પહોંચ્યા
ખાસ વાત એ છે કે ભાજપે આ રેલીમાં 40 દેશોના રાજદૂતોને આમંત્રિત કર્યા છે. જેમાં મુખ્યરૂપે બ્રિટન, અમેરિકા, રૂસ અને ચીનનો સમાવેશ થાય છે. આ રાજદૂતોની સુરક્ષા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
There is a poster war between supporters and protesters of Narendra Modi, just before rally in Japanese Park.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X