ભાજપે નીતિશની શરત મંજૂર રાખી, નરેન્દ્ર મોદી બિહાર જશે નહી

બિહાર વિધાનસભાની ગત ચૂંટણી દરમિયાન નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને બિહારમાં પ્રચાર ન કરવાની શરત રાખી હતી જેને ભાજપે સ્વિકારી લીધી હતી. બીજી તક મોદીના વડાપ્રધાન પદના દાવેદારને લઇને હતી. ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ નીતિશ કુમારને આશ્વાસન આપ્યું છે કે વડાપ્રધાન પદના ઉમેદવાર એનડીએની સહમતિથી નક્કી કરવામાં આવશે. ત્રીજી તક એવા સમયે આવી છે કે જ્યારે નરેન્દ્ર મોદીને બિહાર ભાજપના કાર્યક્રમમાં બોલાવવાની તૈયારીને લઇને વિવાદ શરૂ થયો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડૉ. સીપી ઠાકોરે કહ્યું હતું કે નવેમ્બરમાં પાર્ટીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે. ત્યારબાદ જેડીયૂએ ગઠબંધન તોડવાના સંકેત આપ્યા અને કહ્યું હતું કે જેડીયૂએ લોકસભાની ચૂંટણી માટે 40 ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવાનું શરૂ કરી દિધું છે. ભાજપે પણ પટલવાર કરતાં 40 સીટો પર ચૂંટણી લડવાની વાત કરી હતી.












Click it and Unblock the Notifications
