• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહારાષ્ટ્ર-હરિયાણામાં કમળ ખિલતાં જ ટેંશનમાં આવ્યા આ દિગ્ગજ!

By Kumar Dushyant
|

બેંગ્લોર: નરેન્દ્ર મોદીની લહેરની ઇફેક્ટ હરિયાણા અને મહારાષ્ટ્ર પરિણામોમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. હુડ્ડા હુડ હુડ કરીને ફુર્ર થઇ ગયા તો શિવ સેનાની ત્રીજી આંખ ખોલ્યા બાદ ચૂપચાપ બંધ કરી લીધી છે અને ભાજપ સાથે ગઠબંધનની તૈયારી કરી લીધી છે. એવામાં એક વાત તો બિલકુલ સ્પષ્ટ છે કે દેશની જનતાની પસંદ ફક્ત એક છે ભાજપ. પરંતુ ભાજપનું વધતું જતું કદ રાજ્યોના દિગ્ગજોનું બીપીની ગોળીઓનો ડોઝ વધી રહ્યો છે.

જમ્મૂ-કાશ્મીર, બિહાર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને અહી કદાવર ચહેરા પર હવે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળ, મણિપુર, ઉત્તરાખંડ અને યૂપીની ચૂંટણીમાં અહીંન દિગ્ગજ ચહેરા પણ હરિયાણા-મહારાષ્ટ્રમાંથી શિખામણ લઇને પોતાને સંભાળવા લાગશે. જુઓ કયા દિગ્ગજ પોતાની બીપી દવાઓનો ડોજ વધારી રહ્યાં છે.

 ઉખડી જશે ઉમરની સત્તા?

ઉખડી જશે ઉમરની સત્તા?

ઉમર અબ્દુલા અને તેમના પિતાએ કાશ્મીરને લાંબા સમયથી સંભાળી રાખ્યું છે. અને કાશ્મીર માટે તેમની ચિંતા અવારનવાર કેન્દ્રને વ્યક્ત કરી. તાજેતરમાં જ પૂર ત્રાસદી સામે ઝઝૂમી રહેલા કાશ્મીરને ફરીથી બચાવા માટે તેમણે કેન્દ્ર પાસે સ્પેશિયલ પેકેજ પણ માંગ્યું છે. પરંતુ નરેન્દ્ર મોદી કાશ્મીર પ્રવાસ દરમિયાન જે વાયદા કરીને આવ્યા છે તે જનતાએ વખાણવા લાયક છે. શું કાશ્મીરની જનતા ઉમર અબ્દુલની સાથે વફા કરશે આ પ્રશ્ન હવે ઉમર અબ્દુલા માટે મુશ્કેલી બની ગયો છે.

 સમેટાઇ શકે છે સોરેન

સમેટાઇ શકે છે સોરેન

શિબૂ સોરેન અને તેમના પુત્ર હેમંત સોરેનના લાખ પ્રયત્નો એક તરફ ઝારખંડનો ઘટતો વિકાસ એકતરફ. ના તો હેમંત સોરેન ઝારખંડને સ્પેશિયલ સ્ટેટ અપાવી શકયા ના તો કોઇ મોટી ઉપલબ્ધિ તેમના શાસનમાં રહી છે. ઝારખંડ દિવસ પર પોતાની ઉપલબ્ધિઓનો પટારો ગણાવતાં તે મજાકને પાત્ર બની ચૂક્યાં છે. એવામાં ભાજપ માટે સ્વચ્છ ઝારખંડ અભિયાન વધુ મુશ્કેલ હશે નહી.

 સમેટાઇ જશે નીતિશનું સામ્રાજ્ય

સમેટાઇ જશે નીતિશનું સામ્રાજ્ય

નીતિશ કુમારને બિહારનું સિંહાસન મળતાં જ તેમણે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ નરેન્દ્ર મોદીના પીએમ પ્રોજેક્ટ થતાં તેમણે સીધો મોદી પર પ્રહાર કરવાનું શરૂ કરી દિધું. એટલું જ નહી તથાકથિત થર્ડ પાર્ટીના જનક પણ હતા. પરંતુ લોકસભાની આકરી હારબાદ તેમના રાજીનામાએ બધા ખેલ પલટી દિધા છે. માંઝીને ગાદી સોંપવી પણ તેમને મોંઘી પડી. હવે નીતિશ કુમારનું રાજકીય કેરિયર વિધાનસભા ચૂંટણી પર ટકેલું છે પરંતુ જો નરેન્દ્ર મોદી તેમને સમેટી લીધા તો...

 દીદી દેખાડી શકશે દમ?

દીદી દેખાડી શકશે દમ?

પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી એકલા ચૉલોનો રાગ લઇને ખૂબ ખુશ છે પરંતુ નરેન્દ્ર મોદીની લહેરનું દબાણ તેમને પણ સહન કરવું પડશે. ગત કેટલાક દિવસો બંગાળ માટે સારા રહ્યાં નથી. એવામાં ગીરના ગર્જતા સિંહ મોદી અને બંગાળની ટાઇગર મમતા બેનર્જીમાં મુલાબલો ખૂબ રસપ્રદ હશે. મમતા બેનર્જીએ એ પણ ભૂલવું ન જોઇએ કે હાલ આ રાજકીય જંગલના સિંઘમ મોદી જ લાગી રહ્યાં છે.

 હારશે હરીશ તો ક્યાં જશે કોંગ્રેસ

હારશે હરીશ તો ક્યાં જશે કોંગ્રેસ

ઉત્તરાખંડમાં કોંગ્રેસની સ્થિતી આમ તો મજબૂત રહી છે ગત કેટલાક મહિનાઓમાં કોંગ્રેસે પોતાના માટે ફક્ત ખાડા જ ખોદયા છે. અને ભાજપ પણ ઉત્તરાખંડની 40 થી 45 ટકા જનતા પર પોતાની આકરી પકડ જમાવી છે. એવામાં જો થોડી મહેનત ભાજપે કરી લીધી તો ઉત્તરાખંડની દફનવિધિ નક્કી છે.

ઇબોબી સિંહ પર કોંગ્રેસની આશા

ઇબોબી સિંહ પર કોંગ્રેસની આશા

મણિપુર પણ આમ તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પરંતુ કોંગ્રેસના સમયમાં નોર્થ ઇસ્ટમાં વધતી હિંસા ઇબોબીને ટેંશન આપી રહી છે. રાહુલ ગાંધીની રેલીઓ પણ ખાસ કમાલ કરી શકી નથી. એવામાં મણિપુરને રાજકારણનો નવો કેસરિયો ફ્લેવર ચાખવાનું મન કર્યું તો કોંગ્રેસનો ખેલ ખતમ થઇ જશે.

હોશિયાર છે અખિલેશ?

હોશિયાર છે અખિલેશ?

અખિલેશ યાદવે પોતાની વિદેશ ડિગ્રી વિશે જેટલી વાતકરી એટલો ઉપયોગ તે કરી શક્યા નહી. ત્યારબાદ તેમણે એક પછી એક ભૂલ કરી છે. મુજફ્ફરપુર રમખાણોથી માંડીને સહારનપુર અને સૈફઇ મહોત્સવ સુધી બધી તેમની ભૂલોનો પટારો છે. એવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે હવે અખિલેશની મુશ્કેલી વધારી દિધી.

lok-sabha-home

English summary
BJP's clean sweep in Haryana and a good score in Maharashtra has already built frowning moments for some top leaders.Will BJP wave uproot the political careers of these leaders?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more