ઉન્નાવ રેપ કેસમાં હવે જાગ્યુ ભાજપ, કુલદીપ સેંગરને પાર્ટીમાંથી કાઢ્યા
ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિશે થઈ રહેલા હોબાળા વચ્ચે ભાજપે મોટી કાર્યવાહી કરી છે.
ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિશે થઈ રહેલા હોબાળા વચ્ચે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી કાઢી દીધા છે. આ પહેલા યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કહ્યુ હતુ કે કુલદીપ સિંહ સેંગર સસ્પેન્ડ છે અને તે સસ્પેન્ડ જ રહેશે. રેપના આરોપી કુલદીપ સિંહ સેંગર એક વર્ષથી જેલમાં બંધ છે.

રેપના આરોપી ધારાસભ્યને ભાજપે પાર્ટીમાંથી કાઢ્યા
રેપ કેસના આરોપોથી ઘેરાયેલો કુલદીપ સિંહ સેંગર માટે પાર્ટી ઘણી ફજેતી થઈ રહી હતી અને રાજકીય પક્ષો તરફથી પણ દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડન્ટ બાદ પરિવારજનોએ કુલદીપ સિંહ સેંગર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યુ હતુ કે તેમના લોકો વારંવાર કેસ પાછો લેવા અને સમાધાન કરવાની ધમકી આપતા હતા. પરિવારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈને પણ આ મામલે પત્ર લખ્યો હતો જેના પર આજે સુનાવણી થઈ રહી છે. વળી, યુપી સરકારની ભલામણ બાદ એક્સિડન્ટની તપાસ પણ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે.

પહેલા કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ
આ પહેલા યુપીના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યુ હતુ કે કુલદીપ સિંહ સેંગરને પહેલા પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમનુ સસ્પેન્શન ચાલુ રહેશે. કાયદો પોતાનુ કામ કરશે, આ કેસની તપાસ સીબીઆઈના હાથોમાં છે. તેમણે કહ્યુ હતુ કે યુપી સરકાર પીડિતાના પરિવાર સાથે છે. વિપક્ષને નિશાના પર લેતા યુપી ભાજપના અધ્યક્ષે કહ્યુ હતુ કે તેમની પાસે કઈ મુદ્દો નથી એટલા માટે આ કેસમાં રાજનીતિ કરી રહ્યા છે. યુપી ભાજપના અધ્યક્ષે કહ્યુ હતુ તે આ કેસમાં ભાજપ ખૂબ સંવેદનશીલ છે.

પીડિતાની આત્મહત્યાની કોશિશ બાદ સામે આવ્યો હતો કેસ
પીડિતાએ વર્ષ 2017માં બાંગરમઉથી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બહાર આત્મહત્યાની કોશિશ કર્યા બાદ આ કેસ પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ ભાજપ ધારાસભ્યને પકડી લેવામાં આવ્યા હતા. પીડિતા અને તેના પરિવાર સાથે રવિવારે થયેલ રોડ અકસ્માતમાં પણ સેંગર સામે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
