એક ફેકૂ એક્સપ્રેસ ગુજરાતથી ચાલે છે, તો બીજી MPથી: નગમા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેત્રી અને મેરઠ લોકસભા સીટ પરથી કોંગ્રેસની ઉમેદવાર નગમાએ કહ્યું હતું કે દેશમાં નરેન્દ્ર મોદીની કોઇ હવા નથી. તેમણે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીની હવા હોત તો પોતે સુરક્ષિત સીટ પરથી ચૂંટણી ના લડત, પરંતુ એવી સીટ પરથી લડત જ્યાંથી ભાજપ 35-40 વર્ષોથી ચૂંટણી જીતી શકી નથી.

નગમા ઇન્દોર સંસદીય વિસ્તારથી કોંગ્રેસના ઉમેદવાર સત્યનારાયણ પટેલના સમર્થનમાં મંગળવારે રાત્રે પરદેશીપુરામાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે 'ભાજપવાળા કહી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીની હવા છે. હું કહું છું કે હવા નથી. મોદીની હવા હોત તો તે પોતે સુરક્ષિત સીટ પરથી લોકસભા ચૂંટણી ન લડત, પરંતુ મારી માફક એવી સીટ પરથી ચૂંટણી લડત જ્યાંથી તેમની પાર્ટી 35-40 વર્ષોથી ચૂંટણી જીતી ન હોય. ત્યારે સમજમાં આવે છે કે 56 ઇંચની છાતી ખરેખર 56 ઇંચની છે.'

nagma

તેમણે કહ્યું હતું કે ભાજપની એક ફેકૂ એક્સપ્રેસ ગુજરાતથી ચાલે છે તો બીજી ફેકૂ એક્સપ્રેસ મધ્યપ્રદેશથી ચાલે છે. મધ્ય પ્રદેશને ગોટાળા અને મહિલા અપરાધના મદ્દે નંબર વન પ્રદેશ ગણાવતાં નગમાએ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ''હું તો ફક્ત ત્રણ મામાઓને ઓળખું છું- શકુની મામા, કંસ મામા અને શિવરાજ મામા. શિવરાજ મામા પોતાની ભાણીઓની સુરક્ષા કરી શકતા નથી. પ્રદેશમાં ચાર વર્ષની બાળકી સાથે પણ બળાત્કાર થઇ રહ્યાં છે. ક્રાઇમ દર અને બળાત્કારના મુદ્દે મધ્ય પ્રદેશ દેશમાં પહેલો નંબર છે.'

તેમણે કહ્યું હતું કે ગોટાળામાં પણ મધ્ય પ્રદેશ ઓછો નથી. અહીં માઇનિંગ ગોટાળા, પેંશન ગોટાળા, સુગની દેવી કોલેજ જમીન ગોટાળા અને સૌથી તાજો વ્યાપમ ગોટાળો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે વ્યાપમ ગોટાળાથી પ્રદેશના 78 લાખ પરિવાર પ્રભાવિત થયા છે.

English summary
Actress-turned-politician Nagma said while a "feku express" of BJP runs from Gujarat and another one runs from Madhya Pradesh adding MP ranks no. 1 in scams and crime against women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X