For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં હર્ષવર્ધન બને CM, કેજરીવાલ ઇનસાઇડ લોકપાલ

|
Google Oneindia Gujarati News

[અજય મોહન] દિલ્હી વિધાનસભા વેરાન પડી છે. સદનને જરૂર છે એક સારી સરકારની, પરંતુ એકપણ રાજકીય પાર્ટી એટલી બહુમત નથી મેળવી શક્યો કે વિધાનસભા ભવનની અંદર પ્રવેશ કરી શકે. જનતા પણ વિચારમાં પડી ગઇ છે કે આખરે હવે થશે શું? તેવામાં દિલ્હીની ચૂંટણીના ખર્ચને બચાવવા માટે એક સૂચન જરૂરથી આપી શકાય છે અને એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જાય અને આમ આદમી પાર્ટીનું નાક પણ બચી જાય.

harsh-vardhan-kejriwal
સૌથી પહેલા અમે વાત કરીશુ- આમ આદમી પાર્ટીનીએ વાત અંગે જેના પર તે આજે પણ અટલ છે. અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ અને નહીં થવા દઇએ. ના અમે કોઇ પાર્ટીને સમર્થન આપીશુ અને ના અમે કોઇનું સમર્થન લઇશું. આ બન્ને વાતો પર આમ આદમી સારી સાબીત થઇ શકે છે, જો તે ભારતીય જનતા પાર્ટીને બહારથી સમર્થન આપે અએને ડો. હર્ષવર્ધનની મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ થાય. આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ એકપણ મંત્રાલય લીધા વગર ઇનસાઇડ લોકપાલનું કામ કરે એટલે કે ઇનસાઇડ વોચડોગ બની જાય. તેવામાં સરકારની અંદર રહીને આમ આદમી પાર્ટી ભાજપના કાર્યો પણ પોતાની નજર રાખી શકશે.

સરકાર પર નજર રાખવી, જે કામ કેજરીવાલ વિપક્ષમાં બેસીને કરવાનું વિચારી રહ્યાં છે, તે સરકારની અંદર રહીને વધારે સારી રીતે કરી શકશે. અંદર રહીને તે દરેક પગલાને જોઇ શકશે કે કયા મંત્રાલયમાં શું ચાલી રહ્યું છે અને ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી થઇ રહ્યોને. એટલું જ નહીં, વિજળી, પાણીનું જે વચન તેમણે જનતાને આપ્યું છે, એ વચનને તે પૂર્ણ પણ કરી શકે છે. પોતાની સ્ટ્રે્ટેજી ભાજપ સાથે શેર કરી શકે છે, કારણ કે વિપક્ષમાં બેસીને સરકારની ટીકા કરવા કરતા અંદર બેસીને સારા સૂચન આપવા સારા છે. સાથે જે કામ લોકપાલ બહાર બેસીને કરશે, તે કેજરીવાલ અંદર બેસીને કરી શકશે.

આમ આદમી પાર્ટીના લોકોને કદાચ આ વાત મજાક સમાન લાગી શકે છે, પરંતુ માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે જો દિલ્હી પરિવર્તન તરફ આગળ વધી ચુકી છે તો પછી આ પરિવર્તન કેમ નહીં. જો આમ કરવામાં આવે તો દિલ્હીમાં લોકપાલ બનાવવાની જરૂર પણ નહીં રહે.

જો કે આ વાત માત્ર અમે નથી કહીં રહ્યા, પૂર્વ આઇપીએસ કિરણ બેદી પણ કહીં ચૂક્યા છે કે, બન્ને સાથે મળીને સરકાર બનાવે અને બન્નેના શ્રેષ્ઠ નેતાઓને મંત્રી તરીકે પસંદ કરીને શ્રેષ્ઠ ગવર્નેન્સ પ્રદાન કરે. અત્રે નોંધનીય છે કે, નિયમાનુસાર દિલ્હીના ઉપરાજ્યપાલ ભાજપને સરકાર બનાવવા માટે નિમંત્રણ આપશે, જેમાં તેણે પોતાનું બહુમત સિદ્ધ કરવું પડશે. સંખ્યાની વાત કરવામાં આવે તો જ્યારે ધારાસભ્ય ખરા સમયે એબ્સ્ટેન કરી જાય છે, ત્યારે સંખ્યા ઓછી હોવા છતાં પણ સરકાર બનાવવાનું આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીનું કહેવું છે કે, ઉપરાજ્યપાલનું નિમંત્રણ મળ્યા બાદ બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ જો બહુમત સિદ્ધ નહીં થાય તો વિપક્ષમાં બેસવા માટે તૈયાર છીએ, આવી જ રીતે આમ આદમી પાર્ટીના તમામ નેતા ભાજપ અને કોંગ્રેસથી અંતર બનાવીને બેઠાં છે.

English summary
The best option for Delhi is AAP should give outside support to BJP. Dr Harshvardhan should be the chief minister and Arvind Kejriwal's AAP could become a watchdog.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X