For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં આજે રજૂ થશે ટ્રિપલ તલાક બિલ, ભાજપે જાહેર કરી વ્હિપ

લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવશે. ભાજપે આના માટે પોતાના સાંસદોને ત્રણ લાઈનની વ્હિપ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવશે. ભાજપે આના માટે પોતાના સાંસદોને ત્રણ લાઈનની વ્હિપ જાહેર કરી છે. ભાજપે પોતાના સાંસદોને ત્રણ લાઈની વ્હિપ જાહેર કરીને લોકસભા અને રાજ્યસભામાં હાજર કરવા કહ્યુ છે. આજે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા થશે. સરકારની કોશિશ એ છે કે આ બિલને પાસ કરી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે મોદી સરકારે પહેલા પણ લોકસભામાં આ બિલને રજૂ કર્યુ હતુ. લોકસભામાં આને પાસ કરી દેવામાં આવ્યુ પરંતુ ઓછા મતના કારણે તેને રાજ્યસભામાં પાસ કરાઈ શકાયુ નહિ. કાલે ફરીથી એક વાર લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા થશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અસદુદ્દી ઓવૈસીની પાર્ટી આ બિલનો વિરોધ કરી રહ્યા છે. સરકારની કોશિશ હશે કે તે આને લોકસભામાં પાસ કરાવી લે.

triple talaq

જો કે આ બિલ લોકસભામાં સરળતાથી પાસ થઈ શકે છે કારણકે ભાજપ પાસે લોકસભામાં પૂર્ણ બહુમતના આંકડથી વધુ સંખ્યા છે. પરંતુ રાજ્યસભામાં પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અહીં આ બિલ સામે નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ, આંધ્ર પ્રદેશની વાયએસઆર કોંગ્રેસ વિરોધ કરશે. અહીં સુધી કે ભાજપની પોતાની સહયોગી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ પણ આ બિલનો વિરોધ કરશે. કોંગ્રેસ પણ આ બિલમાં પુરુષોને સજા આપવાની જોગવાઈની વિરોધમાં છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જેડીયુના રાજ્યસભા સાંસદ અને પ્રવકતા કે સી ત્યાગીએ કહ્યુ હતુ કે આ વિચિત્ર છે કે એનડીએમાં હોવા છતાં યુનિફોર્મ સિવિલ કોડ અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર સરકારનો અમે વિરોધ કરી રહ્યા છે. આ દુઃખદ છે કે વિવાદિત મુદ્દાઓ પર વિચાર કરવા માટે એનડીએમાં કોઈ મંચ ઉપલબ્ધ નથી, ના બંનેનો લઘુત્તમ કાર્યક્રમ અને ના સમન્વય સમિતિ. કે સી ત્યાગીએ આગળ કહ્યુ કે એનડીએએ યુનિફોર્મ સિવિલ કોડ જેવા મુદ્દાઓ માટે બંનેની રણનીતિ પર નિર્ણય નથી કર્યો એટલા માટે દરેક પાર્ટીની પોતાની લાઈન છે. અમે આર્ટીકલ 370નું સમર્થન કરીએ છીએ. એને સ્પર્શ ન કરવો જોઈએ, રામ મંદિર પર, અહીં સુધી કે પીએમે કહ્યુ છે કે આપણે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ પરંતુ ભાજપના અમુક નેતા કહી રહ્યા છે કે તે કોર્ટના નિર્ણયનું સમ્માન નહિ કરે. આ એક વિચિત્ર સ્થિતિ બની ગઈ છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશઃ ભાજપના બે ધારાસભ્યોએ પાર્ટીને આપ્યો દગો, કમલનાથ સરકારના પક્ષમાં કર્યું વોટિંગઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશઃ ભાજપના બે ધારાસભ્યોએ પાર્ટીને આપ્યો દગો, કમલનાથ સરકારના પક્ષમાં કર્યું વોટિંગ

English summary
Bharatiya Janata Party has issued a three line whip to its MPs in Lok Sabha, directing them to be present in the House tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X