For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની મુંબઇ રેલીમાં જોડાશે 10 હજાર ચા વિક્રેતાઓ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 ડિસેમ્બર: ભાજપ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની 22 ડિસેમ્બરના રોજ યોજાનાર રેલીને સફળ બનાવવા માટે જોરદાર પ્રયાસો કરી રહી છે. સાથે જ કોંગ્રેસને કડક સંદેશ આપવા માટે લગભગ 10 હજારથી વધારે ચા વિક્રેતાઓને આમંત્રણ પાઠવ્યું છે.

પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું કે શહેરના લગભગ 10 હજાર ચા વિક્રેતાઓને મોદીની રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. અમે તેમને ટૂંક સમયમાં આમંત્રણ આપીશું. જ્યારથી નરેન્દ્ર મોદીને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારથી તેઓ ચા વિક્રેતાઓની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરી રહ્યા છે જેથી સામાન્ય જનતાની સાથે પોતાનું તાદાત્મ્ય સાધી શકે.

અધિકારીએ જણાવ્યું કે 'ચા વિક્રેતાઓને આમંત્રિત કરીને અમે કોંગ્રેસને સંદેશ આપીશું' 5000 ખાનગી બસો ઉપરાંત રાજ્યની 20-22 ટ્રેનોને બુક કરવામાં આવી છે, જેથી રાજ્યના વિભિન્ન ભાગોથી પોતાના કાર્યકર્તાઓને લાવી શકાય. આ રેલી એમએમઆરડીએ મેદાનમાં યોજાવાની છે.

પાર્ટીના એક નેતાએ કહ્યું કે શહેરથી ઓછામાં ઓછા 20 હજાર વિદ્યારથીઓ પણ ભાજપની યુવા શક્તિ અભિયાન દ્વારા રેલીમાં ભાગ લેશે. એક પદાધિકારી અનુસાર પ્રદેશ ભાજપા નેતા ઇચ્છે છે કે પટણાની હુંકારરેલીની જેમ ભારે ભીડ આકર્ષિત કરીને રેલીને જરદસ્ત રીતે સફળ બનાવવામાં આવે.

narendra modi
બીજી તરફ કોંગ્રેસે મોદી પર પોતાના સાધારણ ભૂતકાળનો ઉલ્લેખ કરીને લોકોનું સમર્થન હાસલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે હાલમાં જ જણાવ્યું હતું કે 'ચા વેચનાર' પણ દેશનો વડાપ્રધાન બની શકે?

હાલમાં સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે 'એક ચા વેચનારનો રાષ્ટ્રીય નઝરીયો ના હોઇ શકે.' જોકે, મોદીએ ચાવાળા હોવાના નાતે પોતાની પર લાગેલા આરોપોનો ફાયદો ઉઠાવતા જણાવ્યું કે 'એક વ્યક્તિ જે બૂટ પોલિસ કરે છે તે પણ દેશનું નસીબ બદલી શકે છે.'

English summary
The BJP is pulling out all the stops to make its prime ministerial candidate Narendra Modi's rally scheduled for December 22 a "grand" success, and in a strong message to Congress is inviting as many as 10,000 tea vendors to attend the public meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X