For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો માટેના બિલ કાલે રાજ્યસભામાં થશે રજૂ, ભાજપે પોતાના સાંસદોને જારી કર્યુ વ્હિપ

ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને રવિવારે સંસદમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને રવિવારે સંસદમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યુ છે. પાર્ટીએ રાજ્યસભા સાંસદોને થ્રી લાઈન વ્હિપ જારી કર્યુ છે. રવિવારે સરકાર તરફથી ખેડૂતો સાથે જોડાયેલા બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. પાર્ટીના સાંસદોને જારી વ્હિપને આની સાથે સાંકળીને જોવામાં આવી રહ્યુ છે. વ્હિપ જારી થયા બાદ સાંસદોને સંસદમાં ઉપસ્થિત રહેવુ જરૂરી રહેશે. વ્હિપનુ ઉલ્લંઘન કરનાર સાંસદનુ સભ્યપદ પણ જઈ શકે છે. ખેડૂતો માટેના બિલોને ભારે વિરોધ વચ્ચે લોકસભા પહેલા જ પોતાની મંજૂરી આપી ચૂકી છે.

modi-shah

ખેડૂતો સાથે જોડાયેલ બિલ રવિવારે રાજ્યસભામાં આવશે. આ બિલોને રવિવારની કાર્યસૂચિમાં રાખવામાં આવ્યા છે. રાજ્યસભામાં સરકારને બહુમત નથી. આ બિલ માટે ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ભાજપના સહયોગી અકાલી દળે પણ આનો વિરોધ કર્યો છે. અકાલીના રાજ્યસભામાં ત્રણ સાંસદ છે. અકાલી દળે બિલોના વિરોધમાં મત આપવા માટે વ્હિપ જારી કરવામાં આવ્યુ છે. એવામાં ભાજપને આ બિલોને પાસ કરાવવા માટે બીજદ, એઆઈએડીએમકે, વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓના સમર્થનની પણ જરૂર રહેશે.

સરકાર ખેતી-ખેડૂત સાથે જોડાયેલ ત્રણ બિલ લઈને આવી છે. આનો ભારે વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેને પાછુ લેવાની માંગ કરી રહ્યા છે. વિપક્ષી દળ પણ તેને પાછુ લેવા માટે કહી રહ્યા છે. માત્ર વિપક્ષી દળજ નહિ પરંતુ ભાજપના સહયોગી શિઅદે આ બિલોનો આકરો વિરોધ કર્યો છે. શિઅદ સાંસદ હરસિમરત કૌર આના વિરોધમાં મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ પણ આપી ચૂક્યા છે. તેમનુ કહેવુ છે કે સરકાર હઠધર્મી બતાવી રહી છે, તેમણે જીદ છોડીને ખેડૂતોની વાત સાંભળવી જોઈએ. એક તરફ ખેડૂતો રસ્તા પર છે અને વિપક્ષ સતત આનો વિરોધ કરી રહ્યુ છે. વળી, સરકારનુ કહેવુ છે કે બિલ ખેડૂતોના હકમાં છે. પ્રધાનમંત્રી અને કૃષિમંત્રી બિલની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતોને વિપક્ષ બહેકાવી રહ્યુ છે.

જ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણીજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી

English summary
BJP issues three line whip to its Rajya Sabha MPs directing them to be present in House tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X