For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતા ખુશબુ સુંદરની ગાડીને ટેન્કરે મારી ટક્કર, માંડ માંડ બચ્યા

ભારતીય જનતા પાર્ટીના નેતા ખુશબુ સુંદરની ગાડી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા ખુશબુ સુંદરની ગાડી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. માહિતી અનુસાર ખુશબુ સુંદરની ગાડી તમિલનાડુના મેલમરુવથુર પાસે માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગઈ. તેમના ગાડીને ટેન્કરે ટક્કર મારી દીધી. જો કે ખુશબુ સુંદરનો આ દૂર્ઘટનામાં બચાવ થયો છે અને તેમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. પોલિસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

khushbu accident

પોલિસે જણાવ્યુ કે ખુશબુની ગાડી કન્ટેનર સાથે ટકરાઈ ગઈ હતી ત્યારબાદ કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. આ દૂર્ઘટના ચેન્નઈથી 97 કિલોમીટર દૂર કાંચિપુરમમાં થઈ છે. ખુશબુ કુડ્ડુલોર એક વિજય માર્ચમાં શામેલ થવા જઈ રહ્યા હતા. દૂર્ઘટના બાદ ખુશબુએ ટ્ટવિટ કરીને લખ્યુ કે તમારી દુઆ અને ઈશ્વરની દયાથી હું સુરક્ષિત છુ. હું વેલયાત્રામાં શામેલ થવા માટે પોતાની સફર ફરીથી શરૂ કરીશ, કેસની તપાસ ચાલી રહી છે. ભગવાન મુર્ગને અમને બચાવી લીધા, મારા પતિનો ઈશ્વરમાં ભરોસો સાફ દેખાય છે.

તમને જણાવી દઈએ કે ખુશબુએ ઘણી હિંદી ફિલ્મો મેરી જંગ, જાનૂ, દીવાના મુઝસા નહિ, તન બદન જેવી તમામ હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. સાઉથની સિનેમામાં પણ ખુશબુએ ઘણી હિટ ફિલ્મો આપી અને પોતાની ખાસ ઓળખ બનાવી. વર્ષ 2010માં ખુશબુએ રાજનીતિમાં પગલા માંડ્યા અને ડીએમકે પાર્ટીમાં શામેલ થઈ ગયા. તેમનુ સ્વાગત ખુદ ડીએમકે નેતા કરુણાનિધિએ કર્યુ હતુ. પરંતુ 2014થી ડીએમકે છોડીને ખુશબુ કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થઈ ગયા અને અહીં તેમને રાષ્ટ્રીય પ્રવકતાનુ પદ આપવામાં આવ્યુ પરંતુ પાર્ટીમાં મતભેદના કારણે ખુશબુએ 12 ઓક્ટોબર 2020એ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો પાલવ પકડી લીધો.

સુરેન્દ્રનગરઃ કારની સ્ટિયરિંગથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા 4 મોતસુરેન્દ્રનગરઃ કારની સ્ટિયરિંગથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા 4 મોત

English summary
BJP leader Khushbu Sundar met with an accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X