ઇશારામાં બોલી ગયા સીપી ઠાકુર, મોદી બનશે PM

સીપી ઠાકુરે જણાવ્યું કે 'બીજેપી અને જેડીયુના સંબંધોમાં કોણ તણાવ નથી' જો પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવામાં આવશે તો તેનાથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોઇ વાંધો નથી. તેમણે એ પણ જણાવ્યું કે મોદીના નામની જાહેરાત પહેલા બીજેપીએ નીતિશ કુમાર સાથે વાત કરવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની ચર્ચાઓ થઇ ચૂકી છે. અને નીતિશ કુમારે આ મામલે પોતાનો પક્ષ પણ મૂકી ચૂક્યા છે કે વડાપ્રધાન પદનો ઉમેદવાર સાફ છબિવાળો હોવો જોઇએ.












Click it and Unblock the Notifications
