ઘરમાં સુઈ રહેલા બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી

Posted By:
Subscribe to Oneindia News

રોજબરોજ બિહારમાં અપરાધીઓનું મનોબળ વધી રહ્યું છે. હાલમાં લેટેસ્ટ મામલો બિહારના ભાગલપૂર જિલ્લાનો છે જ્યાં પોતાના પરિવાર સાથે સુઈ રહેલા બીજેપી નેતાની અંધાધુન ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કરીને અપરાધીઓ સરળતાથી ત્યાંથી નાસી ગયા હતા. મામલાની જાણકારી મળતા જ પોલીસ ઘટના જગ્યા પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

લાશ જોઈને માતાની ચીસ નીકળી ગયી

લાશ જોઈને માતાની ચીસ નીકળી ગયી

મળતી જાણકારી અનુસાર આખો મામલો ભાગલપુર જિલ્લાનો છે. જ્યાં ઘરમાં સુઈ રહેલા ભાજપ નેતા મનોજ મંડલ ની અપરાધીઓ ઘ્વારા ગોળી મારીને હત્યા કરી છે. ઘટનાને મોડી રાત્રે જ અંજામ આપી દેવામાં આવ્યો હતો.

લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી

લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી

પરંતુ હત્યાની જાણ સવારે થયી જયારે તેની માતા તેને ઉઠાડવા માટે પહોંચી. પોતાના દીકરાની લોહીથી ખરડાયેલી લાશ જોઈને માતા જોરજોર થી ચીસો પાડવા લાગી. ત્યારપછી આજુબાજુના લોકો પણ આવી ગયા. ત્યારપછી તેની જાણકારી પોલીસને આપવામાં આવી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

જનરેટર ના કારણે ગોળીનો અવાઝ આવ્યો નહીં

જનરેટર ના કારણે ગોળીનો અવાઝ આવ્યો નહીં

મળતી માહિતી અનુસાર મનોજ મંડલ રાત્રે જમવાનું જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા. બાજુમાં જનરેટર ચાલવાને કારણે ગોળીના અવાઝ વિશે ખબર પડી નહીં. મનોજ મંડલના ઘરે આવેલા ભાજપા કાર્યકર્તાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક સાફ છબી ધરાવતા નેતા હતા અને લગભગ 2 મહિના પહેલા જ તેમને એસએસટી મોરચાના જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમનો કોઈની પાસે કોઈ જ ઝગડો હતો નહીં.

પૂછપરછ માં જોડાઈ પોલીસ

પૂછપરછ માં જોડાઈ પોલીસ

ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ઘટનાને અંઝામ આપવામાં આવી છે. જેમાં ભાજપા નેતાને બે ગોળી મારવામાં આવી છે. એક ગાડી કાનપટીથી સટાક મારવામાં આવી છે જયારે બીજી ગોળી છાતીમાં મારવામાં આવી છે જેનાથી તેમની ત્યાં જ મૌત થઇ ગયી. જલ્દી આરોપીને પકડી લેવામાં આવશે તેવું પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે.

English summary
Bjp leader shot murderd at home bhagalpur bihar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.