બીજેપી નેતા વાણી ત્રિપાઠીની કારને ટક્કર મારી અને કરી ઉધ્ધતાઇ!

વાણીના કહેવા પ્રમાણે એક સ્કોર્પિયો કારમાં સવાર પાંચ લોકોએ તેમની ગાડીને પાછળથી ટક્કર મારી બાદમાં ગાડીમાંથી બહાર આવીને તેમની કારમાં જબરદસ્તી ઘુસવાની પણ કોશીશ કરી. ગભરાઇને વાણીએ તાત્કાલિક પોલીસને જાણ કરી દીધી હતી.
વાણીના જણાવ્યા અનુસાર તેમણે પોતાની સુરક્ષા માટે કારને અંદરથી લોક કરી દીધી, તો તેઓ કારના કાચ તોડવાની કોશિશ કરવા લાગ્યા. વાણીનું કહેવું છે કે જો તેમણે પોતાની જાતને કારમાં લોક ના કરી હોત તો તેમની સાથે કઇપણ થઇ શકતું હતું. ઘટનાસ્થળે પોલીસના પહોંચવા સુધી આરોપીઓ ફરાર થઇ ચૂક્યા હતા. ફિલહાલ પોલીસ આરોપીઓની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
