PM Modi : ભાજપ નેતાઓ ફિલ્મો પર બીનજરૂરી નિવેદનો આપવાથી બચે, વડાપ્રધાન મોદીએ આપી સલાહ
PM Modi : ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પોતાના સમાપન ભાષણ દરમિયાન, વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને મહત્વપૂર્ણ સલાહ આપી હતી કે, ફિલ્મો અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવાથી બચવું જોઇએ.
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દમરમિયાન ઘણી મહત્વની વાતો જણાવી હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ ફિલ્મોને લઇને ચાલી રહેલા બાયકોટ ટ્રેન્ડ વચ્ચે વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે.

ફિલ્મો પર કોઈપણ પ્રકારની "બિનજરૂરી ટિપ્પણીઓ" કરવાથી દૂર રહે
દિલ્હીમાં 16 અને 17 જાન્યુઆરીના રોજ યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટપણે આ આદેશ પસાર કર્યો હતો. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓને સલાહ આપી છે કે, તેઓ ફિલ્મો પર કોઈપણ પ્રકારની "બિનજરૂરી ટિપ્પણીઓ" કરવાથી દૂર રહે.
રિપોર્ટમાં સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો ફિલ્મ પર નિવેદન આપે છે, જે દિવસભર ટીવી અને મીડિયા પર ચાલે છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ આવા બિનજરૂરી નિવેદનો કરવાથી બચવું જોઈએ.
પઠાણ ફિલ્મ 5 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે
વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ સલાહ એવા સમયે આપી છે, જ્યારે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવા માટે કોલ કરવામાં આવી રહ્યા છે. પઠાણ ફિલ્મ 5 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે.
મુસ્લિમ સમુદાય સુધી પહોંચો
ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના સમાપન ભાષણમાં વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓને જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત કરવાની જરૂર છે. તેવા ક્ષેત્રો વિશે વાત કરી હતી. આ માટે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ દરેક સમુદાયમાં જવું જોઈએ. ભાજપના નેતાઓએ મુસ્લિમો સહિત લઘુમતીઓ સુધી પહોંચવું જોઈએ. મતોની અપેક્ષા રાખ્યા વગર આ કામ કરવું જોઈએ.
'અમૃત કાલ'ને 'કર્તવ્ય કાલ'માં ફેરવવું જોઈએ
મીડિયા અહેવાલો અનુસાર, બેઠકમાં વડાપ્રધાને બીજેપી કાર્યકર્તાઓને પસમંડા મુસ્લિમો, બોહરા સમુદાય, મુસ્લિમ વ્યાવસાયિકો અને શિક્ષિત મુસ્લિમોને મતની અપેક્ષા રાખ્યા વિના મળવાનું આહ્વાન કર્યું હતું. આ સાથે પીએમ મોદીએ બીજેપી નેતાઓને કોઈપણ સમુદાય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાથી બચવા માટે પણ સૂચના આપી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'અમૃત કાલ'ને 'કર્તવ્ય કાલ'માં ફેરવવું જોઈએ, તો જ દેશ ઝડપથી આગળ વધી શકશે.












Click it and Unblock the Notifications
