For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇમ્સ નાઉ સર્વેમાં NDA આગળ, UPA પાછળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જુલાઇ : સમય પહેલા લોકસભાની સામાન્ય ચૂંટણી થવાની અટકળો અને કેટલાક રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેક્ષણમાં કહેવાયું છે કે એનડીએને ફાયદો થશે અને યુપીએને સત્તા વિરોધી જુવાળને કારણે નુકસાન ભોગવવું પડશે.

ટાઇમ્સ નાઉના એક ચૂંટણી સર્વેક્ષણ અનુસાર સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ 156 બેઠકોની સાથે મોટા ગઠબંધનના રૂપમાં ઉભરી આવશે. ભાજપા 131 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી બનશે.

શિવસેના 15, અકાલી દળ 7, આરપીઆઇ અઠાવલે 2 અને નેશનાલિસ્ટ પીપલ્સ પાર્ટીને એક બેઠક મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યુપીએને 136 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

nda
સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને ગઇ વખતની 116 બેઠકોના મુકાબલે 131 બેઠકો મળશે. એનડીએના દળોની બેઠકોને જોડવામાં આવે તો આંકડો 156 પર પહોંચી જાય છે. કોંગ્રેસની હાલત આના કરતા પણ વધારે ખરાબ થવાની છે.

2009માં 206 બેઠકો મેળવનાર કોંગ્રેસને આ વખતે માત્ર 119 બેઠકો મળશે. જ્યારે વર્તમાન યુપીએની બેઠકો જોડવામાં આવે તો આંકડો 136 સુધી પહોંચશે. 2009માં યુપીએની બેઠકોની સંખ્યા 228 હતી.

English summary
BJP led NDA will get benefit and congress led UPA will lose : times now survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X