BJPને મળી શકે છે 272 બેઠકોઃ જેટલી
અમૃતસર, 8 એપ્રિલઃ અમૃતસર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણ જેટલીએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીને લોકસભા ચૂંટણીમાં 272 બેઠકો મળી શકે છે. જેટલી સાથે પૂછવામાં આવ્યું કે જો ભાજપને બહુમત નહીં મળે તો શું તેમની પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર બદલવાની કોઇ યોજના છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, હું નથી વિચારતો કે આ પ્રકારની સ્થિતિ આવી રહી છે અને અમે પણ આ અંગે વિચારતા નથી. તેઓ અહીં ઉમેદવારી પત્ર દાખલ કરવા આવ્યા હતા, ત્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું કે, મને આશ્ચર્ય છેકે આ ભાષણ કાયદાના કયા પ્રાવધાનનું ઉલંઘન કરે છે કારણ કે આ તો માત્ર મત માટે અપીલ છે. અમૃતસર માટે એજેન્ડા અંગે પૂછતા જેટલીએ કહ્યું કે જ્યારે હું રાષ્ટ્રીય મુદ્દાઓ પર બોલું છું તો એ હંમેશા મારા ચૂંટણી ક્ષેત્ર સાથે જોડાયેલા સ્થાનિક મુદ્દાઓ અનુસાર છું.












Click it and Unblock the Notifications
