For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં ભાજપની બેઠક: મોદી કાલે કરશે સંબોધન, અડવાણી રહેશે ગેરહાજર

|
Google Oneindia Gujarati News

પણજી, 8 જૂનઃ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના અનેક દિગ્ગજ નેતાઓની 'ઘેર' હાજરી વચ્ચે આજથી ગોવા ખાતે ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકનો પ્રારંભ થઇ ચૂક્યો છે. એક તરફ દેશમાં પોતાની લોકપ્રિયતા અને પક્ષમાં પોતાનું કદ મોટું થઇ રહ્યું હોવા છતાં પણ નરેન્દ્ર મોદીએ પ્રથમ હરોળમાં નહીં બેસીને છેક 13મી હરોળમાં બેસવાનું ઉચિત સમજ્યું છે, જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રથમ હરોળમાં પક્ષના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે બેઠાં છે.

અપડેટઃ 1.39 pm

મોદી રવિવારે સવારે કરશે સંબોધન

ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, રવિવારે પણ લાલૃષ્ણ અડવાણી ગોવા બેઠકમાં હાજરી નહીં આપે. કોંગ્રેસ મોદી ફોબિયાથી પીડાઇ રહ્યો છે અને કોંગ્રેસ દ્વારા જે પ્રકારના નિવેદન કરવામાં આવી રહ્યાં છે તેમા એ વાત સ્પષ્ટપણે જણાઇ રહી છે. ભાજપ દ્વારા શનિવારે સાંજે પાંચ રાજ્યોની ચૂંટણી અંગે નક્કી કરવામાં આવશે. તમામ નિર્ણય નેતાઓ સાથે વિચારવિમર્સ કરીને લેવામાં આવે છે. પક્ષમાં કોઇ વિખવાદ નથી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પોતાનું સંબોધન કરવાના છે.

અપડેટઃ 12.53 pm
અડવાણીને ભાગ નહીં લેવાની સલાહ રાજનાથ સિંહે આપી

રાજનાથ સિંહે પક્ષને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન તેમણે બેઠકમાં હાજર પક્ષના નેતાઓને જણાવ્યું હતું કે તેમણે લાલકૃષ્ણ અડવાણી સાથે વાતચીત કરી હતી અને મે જ તેમને કહ્યું હતું કે જો તેમનું સ્વાસ્થ્ય સારું ના હોય તો તેઓ ગોવા ખાતે યોજાઇ રહેલી બે દિવસની કાર્યકારિણી બેઠકમાં ભાગ ના લેવો હોય તો તે ના લે તેવી સલાહ આપી છે. તેઓ ઘણા બિમાર હોય તેવું લાગી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, સંબોધન દરમિયાન મીડિયાને અંદર આવવા દેવામાં આવ્યા નથી. આ વાત ભાજપના નેતા કથાગતે ટ્વિટ દ્વારા જણાવી છે

અપડેટઃ 12.24 pm

નમોનિયા નથી, ગોવા નહીં જવાનું કારણ બીજુ- સિન્હા

એક તરફ કોંગ્રેસ દ્વારા એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓ નમોનિયાથી પીડાઇ રહ્યાં છે અને તેના કારણે ગોવા ખાતેની બેઠકમાં આ વરિષ્ઠ નેતઓ નથી જઇ રહ્યાં. તેને લઇને યશવંત સિન્હાએ મીડિયાને જણાવ્યું છે કે, તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઇ નમોનિયા નથી. તેઓ ગોવા નથી જઇ રહ્યાં તેની પાછળ અન્ય કારણો જવાબદાર છે, તેમે તમારી રીતે જે કયાસ લગાવી રહ્યાં છે તે લગાવી શકો છો.

જ્યારે પણ પક્ષની કાર્યકારિણીની બેઠક યોજાય છે ત્યારે મંચ પર ચાર ખુરશીઓ ગોઠવવામાં આવે છે, પરંતુ આજે પહેલીવાર એવું બની રહ્યું છે કે, બેઠકમાં મંચ પર માત્ર ત્રણ જ ખુરશી ગોઠવવામાં આવી છે. જેમાં પક્ષના કદાવર નેતા અરૂણ જેટલી, સુષમા સ્વરાજ અને પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહ બેઠા છે. ગોવા ખાતેની બેઠક અંગેની વધુ માહિતી મેળવવા માટે નીચેની તસવોરી પર ક્લિક કરો.

નરેન્દ્ર મોદી બેઠા 13મી લાઇનમાં

નરેન્દ્ર મોદી બેઠા 13મી લાઇનમાં

એક તરફ દેશમાં પોતાની લોકપ્રિયતા અને પક્ષમાં પોતાનું કદ મોટું થઇ રહ્યું હોવા છતાં પણ નરેન્દ્ર મોદીએ પ્રથમ હરોળમાં નહીં બેસીને છેક 13મી હરોળમાં બેસવાનું ઉચિત સમજ્યું હતુ

શિવરાજ સિંહ બેઠા પહેલી લાઇનમાં

શિવરાજ સિંહ બેઠા પહેલી લાઇનમાં

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રથમ હરોળમાં પક્ષના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે બેઠા હતા.

 મંચ પર માત્ર ત્રણ ખુરશી

મંચ પર માત્ર ત્રણ ખુરશી

ગોવા ખાતેની કાર્યકારિણી બેઠકમાં મંચ પર માત્ર ત્રણ ખુરશી ગોઠવવામાં આવી હતી. જેમાં જેટલી, સુષમા અને રાજનાથ સિંહ બેઠા હતા.

અડવાણી સહિતના નેતાઓની ગેરહાજરી

અડવાણી સહિતના નેતાઓની ગેરહાજરી

નાદુરસ્ત સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરીને પક્ષની ધરોહર સમા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી બેઠકના પ્રથમ દિવસે પણ હાજર રહ્યાં નથી અને તેઓ આવતીકાલે પણ નહીં આવે તેવા સંકેત મળી રહ્યાં છે. જ્યારે બીજી તરફ અડવાણીની જેમ અન્ય નેતાઓમાં પાર્ટી ઉપાધ્યક્ષ ઉમા ભારતી, જનરલ સેક્રેટરી વરૂણ ગાંધી, રાજ્યસભામાં બીજેપીના ડેપ્યુટી લીડર રવિ શંકર પ્રશાદ, જસવંત સિંહ, અને શત્રૂઘ્ન સિન્હા અને મેનકા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યાં નથી.

ગોવા પહોંચ્યા મોદી

ગોવા પહોંચ્યા મોદી

ગોવા ખાતે રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

સાથી-મિત્રો સાથે મુલાકાત

સાથી-મિત્રો સાથે મુલાકાત

ગોવા ખાતે પક્ષના સાથી મિત્રો સાથે મુલાકાત કરી રહેલા નરેન્દ્ર મોદી

હસ્ત ધૂનૂન

હસ્ત ધૂનૂન

ગોવામાં રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપતા પહેલા સાથી મિત્રો સાથે મોદીએ હસ્તધૂનૂન કર્યું હતું.

નેતા-કાર્યકર્તાઓ સાથે મુલાકાત

નેતા-કાર્યકર્તાઓ સાથે મુલાકાત

મોદીએ ગોવામાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી

મોદીને ગુલદસ્તો

મોદીને ગુલદસ્તો

મોદી જ્યારે ગોવા પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓએ તેમને ગુલદસ્તો આપ્યો હતો.

ઉમળકાભેર સ્વાગત

ઉમળકાભેર સ્વાગત

ગોવામાં નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાવડેકર સાથે મોદી

જાવડેકર સાથે મોદી

રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક દરમિયાન પક્ષના પ્રવક્તા સાથે ચર્ચા કરી રહેલા મુખ્યમંત્રી મોદી.

હળવા મુડમાં

હળવા મુડમાં

બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી અને વસુંધરા રાજે હળવા મૂડમાં જણાઇ રહ્યાં હતા.

ગહન ચર્ચા

ગહન ચર્ચા

બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી, ગોપીનાંથ મુંડે અને અમિત શાહે ગહન ચર્ચા કરી હતી.

રાજનાથ સિંહનું અભિવાદન

રાજનાથ સિંહનું અભિવાદન

બેઠક દરમિયાન રાજનાથ સિંહનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

અડવાણી સહિતના નેતાઓની ગેરહાજરી

નાદુરસ્ત સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરીને પક્ષની ધરોહર સમા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી બેઠકના પ્રથમ દિવસે પણ હાજર રહ્યાં નથી અને તેઓ આવતીકાલે પણ નહીં આવે તેવા સંકેત મળી રહ્યાં છે. જ્યારે બીજી તરફ અડવાણીની જેમ અન્ય નેતાઓમાં પાર્ટી ઉપાધ્યક્ષ ઉમા ભારતી, જનરલ સેક્રેટરી વરૂણ ગાંધી, રાજ્યસભામાં બીજેપીના ડેપ્યુટી લીડર રવિ શંકર પ્રશાદ, જસવંત સિંહ, અને શત્રૂઘ્ન સિન્હા અને મેનકા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યાં નથી.

કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકાનો મુદ્દો છવાયેલો રહે તેવી સંભાવના છે. પાર્ટીનો એક વર્ગ તેમને ભાજપ પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાની જોરદાર માંગ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પદાધિકારી કાર્યકારિણીની બેઠક દરમિયાન મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કરવા માટે દબાવ નાખી શકે છે. પરંતુ આ મુદ્દા પર પાર્ટીની અંદર હજી સામાન્ય મંતવ્યનો અભાવ જોવા મળે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X