કર્ણાટક: ભાજપના ધારાસભ્ય સેક્સ સીડીમાં દેખાતાં મચ્યો હોબાળો

raghupati-bhat
બેંગ્લોર, 29 માર્ચ: કર્ણાટક ફરી એકવાર સેક્સ સીડીને કારણે ફરીથી ચર્ચામાં આવી ગયું છે. કથિત રીતે ભાજપના ધારાસભ્ય રધુપતિ ભટ્ટને યૌન ગતિવિધિમાં સંલિપ્ત દર્શાવતાં એક સીડી સામે આવી છે જેને લઇને ભારે હોબાળો મચ્યો હતો. રઘુપતિ ભટ્ટે રાજ્યમાં 5 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચુંટણી ન લડવાની જાહેરાત કરી છે. ઉડુપીથી બે વાર વિધાનસભાની ચુંટણી જીતનાર રઘુપતિ ભટ્ટે જો કે આ વાતનો ઇન્કાર કર્યો છે કે સીડીમાં જે પુરૂષ જોવા મળે છે તે હું જ છું.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પ્રહલાદ જોશીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે પાર્ટી ફક્ત કાર્યવાહી કરી શકે છે જ્યારે આ સાબિત થઇ જાય કે સીડીમાં જોવા મળતો પુરૂષ રઘુપતિ ભટ્ટ જ છે. રઘુપતિ ભટ્ટે કન્નડ ટીવી ચેનલને ઉડુપીને કહ્યું હતું કે તેમને સીડીની કોપી બુધવારે મોડી રાત્રે મળી હતી. તેમને તેને પોતાની વિરૂદ્ધ રાજકીય ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે. ચેનલે પણ આ સીડીને અત્યંત સ્પષ્ટ ન હોવાના આધાર પર પ્રસારણ કરી નથી.

રઘુપતિ ભટ્ટે કહ્યું હતું કે ચુંટણીથી દુર રહેવાનો તેમનો નિર્ણય પાર્ટીને અસહજ સ્થિતીમાંથી ઉગારવાનો છે. રઘુપતિ ભટ્ટ આ પહેલાં જુલાઇ 2008માં ત્યારે વિવાદોમાં આવ્યાં હતા જ્યારે પાંચ દિવસ સુધી ગુમ રહ્યાં બાદ તેમની પત્ની પદ્યપ્રિયા દક્ષિણ પશ્વિમ દિલ્હીના દ્રારકાના એક એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. કર્ણાટક પોલીસે 32 વર્ષીય પદ્યપ્રિયાની મોતને આત્મહત્યા ગણાવી હતી અને તેના માટે રઘુપતિ ભટ્ટના બાળપણના મિત્ર અતુલ રાવને આરોપી બનાવ્યો હતો. આ કેસમાં કોર્ટમાં વિચારધીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X